– આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ વિમાની સેવાઓ પરનો પ્રતિબંધ વધારાયો
– મહામારીને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 31 ઑક્ટોબર સુધી લંબાવાયો
– જો કે કાર્ગો ફ્લાઇટ્સને પ્રતિબંધમાંથી છૂટ આપવામાં આવશે: DGCAv
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ વિમાની સેવાઓ પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી વધારવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (DGCA) એ આજે બુધવારે આ માહિતી આપી હતી. DGCAએ જણાવ્યું કે, કોરોના મહામારીને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યો છે. અગાઉ, 30 સપ્ટેમ્બર સુધી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ વિમાની સેવાઓ પરનો પ્રતિબંધ 31 ઑક્ટોબર સુધી વધારવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકએ આ માહિતી આપી હતી. પ્રતિબંધ અંગે વાત કરતા DGCAએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે આંતરરાષ્ટ્રીય ફલાઇટ્સનો પરનો પ્રતિબંધ 31 ઑક્ટોબર સુધી લંબાવવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે અગાઉ 30 સપ્ટેમ્બર સુધી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
જો કે DGCAએ સ્પષ્ટતા કરી હતી કે કાર્ગો ફ્લાઇ્ટસને પ્રતિબંધમાંથી છૂટ આપવામાં આવશે. તે ઉપરાંત કેટલાક રૂટ્સ પર વિશેષ વ્યવસ્થા સાથે નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવી શકે છે. મહત્વનું છે કે દ્વિપક્ષીય કરારો હેઠળ કેટલાક દેશો સાથે એર બબલ વ્યવસ્થા હેઠળ કેટલીક વિશેષ ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવી છે. તે ઉપરાંત વંદે ભારત મિશન અંતર્ગત આંતરરાષ્ટ્રીય ફ્લાઇ્ટસ પણ કાર્યરત કરવામાં આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની નિયમિત કામગીરી 22 માર્ચથી બંધ છે, લોકડાઉન દરમિયાન, 25 માર્ચથી તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બે મહિના બાદ 25 મેના રોજથી નિયમિત ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું સંચાલન શરૂ થઇ ગયું છે.
(સંકેત)