1. Home
  2. revoinews
  3. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ 31 જુલાઇ સુધી રદ, યાત્રિકો નિરાશ
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ 31 જુલાઇ સુધી રદ, યાત્રિકો નિરાશ

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ 31 જુલાઇ સુધી રદ, યાત્રિકો નિરાશ

0
  • આંતરરાષ્ટ્રીય મુસાફરી કરવા માંગતા પ્રવાસીઓ માટે નિરાશાજનક સમાચાર
  • હવે પેસેન્જર ઇન્ટરનેશનલ ફ્લાઇટ 31મી જુલાઇ સુધી રદ કરવામાં આવી
  • જો કે કેટલાક પસંદ કરેલા રૂટ પર કેસ-ટુ-કેસ નક્કી કરી મંજૂરી આપવામાં આવશે

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના પ્રવાસીઓ માટે એક નિરાશાજનક સમાચાર છે. એવિયેશન રેગ્યુલેટર DGCA એ જણાવ્યું છે કે પેસેન્જર ઇન્ટરનેશનલ ફ્લાઇટ 31 જુલાઇ સુધી રદ કરવામાં આવી છે. જો કે આને કેટલાક પસંદ કરેલા રૂટ પર મંજૂરી આપવામાં આવી શકે છે. તે કેસ-ટુ-કેસ નક્કી કરવામાં આવશે. આ પહેલા 26 જૂને DGCA એક પરિપત્ર બહાર પાડતાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા 15 જુલાઇ સુધી બંધ રહેશે.

આપને જણાવી દઇએ કે કોરોના મહામારી દરમિયાન આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને 23 માર્ચથી તેમજ ડોમેસ્ટિક ફ્લાઇટ્સને 25 માર્ચથી સ્થગિત કરવામાં આવી હતી. બે મહિના બાદ 25 મેના રોજ, ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી હતી. હાલમાં, વંદે ભારત મિશન અંતર્ગત વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને એર ઇન્ડિયા ફ્લાઇટની મદદથી પાછા લાવવામાં આવી રહ્યા છે.

વંદે ભારત મિશનનો ચોથો તબક્કો આજથી શરૂ થયો છે. તે 15 જુલાઇ સુધી ચાલશે. વંદે ભારત મિશનના ચોથા તબક્કામાં, એર ઇન્ડિયાએ અમેરિકા અને કેનેડા માટેનાં ભાડામાં 25-45 ટકાનો ઘટાડો કર્યો છે. ત્યાંથી પાછા ફરનારાઓ સતત વધુ ભાડાની ફરિયાદ કરતા હતા.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.