1. Home
  2. revoinews
  3. ચીન મુદ્દે PM મોદીની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક શરૂ, શહીદોને અપાઇ શ્રદ્વાંજલિ
ચીન મુદ્દે PM મોદીની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક શરૂ, શહીદોને અપાઇ શ્રદ્વાંજલિ

ચીન મુદ્દે PM મોદીની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક શરૂ, શહીદોને અપાઇ શ્રદ્વાંજલિ

0
  • ચીન સાથે સરહદી સંઘર્ષને લઇને PM મોદીની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક શરૂ
  • વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ બેઠક યોજાઇ
  • બેઠકમાં શહીદોને શ્રદ્વાંજલિ આપવામાં આવી

ચીન સાથેના સંબંધોમાં તણાવને લઇને પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે સર્વદળીય બેઠક થઇ રહી છે. બેઠકમાં આશરે 20 રાજકીય પક્ષો સામેલ છે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી થઇ રહી છે. આ બેઠકમાં સોનિયા ગાંધી, મમતા બેનર્જી, ઉદ્વવ ઠાકરે, શરદ પવાર, એમ કે સ્ટેલિન, જગમોહન રેડ્ડી જેવા નેતાઓ પણ સામેલ છે. બેઠકમાં ગલવાન ઘાટીમાં વીરગતિ પ્રાપ્ત કરેલા સૈનિકોને શ્રદ્વાજંલી અપાઇ હતી.

ચીન મુદ્દે પીએમ મોદીએ તરફથી બોલાવાયેલી તમામ પક્ષોની બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આમંત્રણ અપાયું નહોતું. જેથી આપના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અમે દેશ અને સશસ્ત્ર સેનાઓ સાથે ઊભા છીએ. તે ઉપરાંત AIMIMના પ્રમુખ અસઉદ્દીન ઔવેસીને પણ આમંત્રિત નહોતા કરાયા.

મહત્વનું છે કે, આ બેઠકમાં કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી, ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જી, બસપાના પ્રમુખ માયાવતી, જેપી નડ્ડા (ભાજપ), શિવસેના તરફથી ઉદ્ધવ ઠાકરે, ડીએમકે તરફથી સ્ટાલિન, એઆઈએડીએમકે તરફથી પલાનીસ્વામી અને ઓ પન્નીરસેલ્મ, ટીડીપીના એન ચંદ્રબાબૂ નાયડુ, વાઈએસઆર કોંગ્રેસ તરફથી જગન મોહન રેડ્ડી, એનસીપીના પ્રમુખ શરદ પવાર, જેડીયુ તરફથી નીતિશ કુમાર, સમાજાદી પાર્ટી તરફથી અખિલેશ યાદવ, સીપીઆઈ તરફથી ડી રાજા, સીપીએમ તરફથી સીતારામ યેચુરી, ટીઆરએસના ચંદ્રશેખર રાવ, અકાલી દળના સુખબીર બાદલ, લોક જનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાન, ઝારખંડ મુક્તી મોરચાના હેમંત સોરેન ઉપસ્થિત રહ્યા છે.

(સંકેત)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.