1. Home
  2. revoinews
  3. હવે ભારતીય નૌસેનામાં સામેલ થશે એન્ટિ ટોર્પિડો મિસાઇલ સિસ્ટમ ‘મારીચ’, આ છે ખાસિયત
હવે ભારતીય નૌસેનામાં સામેલ થશે એન્ટિ ટોર્પિડો મિસાઇલ સિસ્ટમ ‘મારીચ’, આ છે ખાસિયત

હવે ભારતીય નૌસેનામાં સામેલ થશે એન્ટિ ટોર્પિડો મિસાઇલ સિસ્ટમ ‘મારીચ’, આ છે ખાસિયત

0
  • દુશ્મનો સામે ભારત હવે વધુ બનશે મજબૂત
  • નૌસેનામાં અદ્યતન મારીચ મિસાઇલ થશે સામેલ
  • આ મિસાઇલ ટોર્પિડો હુમલાને નિષ્ફળ બનાવવા સક્ષમ

દુશ્મનો સામે ભારત હવે હથિયારોથી વધુ સજ્જ થઇ રહ્યું છે. હવે નૌસેનાની તાકાતમાં વધારો થયો છે. ભારતીય નૌસેનામાં હવે સ્વદેશ નિર્મિત અદ્યતન એન્ટિ ટોર્પિડો મિસાઇલ સિસ્ટમ ‘મારીચ’ને સામેલ કરવામાં આવી છે. આ મિસાઇલને આગળના મોરચાના તમામ યુદ્વ જહાજ પરથી તાકી શકાશે. આ મિસાઇલ સિસ્ટમ કોઇ પણ જાતના ટોર્પિડો હુમલાને નિષ્ફળ બનાવવામાં નૌસેનાની મદદ કરશે.

પ્રાપ્ત વિગતો અનુસાર સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા વિકસિત ‘મારીચ’ પ્રણાલી હુમલો કરનાર ટોર્પિડોને ઓળખીને તેને ભ્રમિત કરવા અને નષ્ટ કરવા માટે સક્ષમ છે. નિર્દિષ્ટ નૌસેન્ય મંચ પર લગાવવામાં આવેલા આ પ્રણાલીના મોડેલે તમામ પ્રાયોગિક મૂલ્યાંકન પરીક્ષણ સફળતાપૂર્વક પાર કર્યું હતું અને નૌસેન્ય સ્ટાફ માપદંડ આવશ્યક્તાઓને અનુરૂપ તમામ વિશેષતા પ્રદર્શનો પર તે ખરી ઉતરી હતી.

નોંધનીય છે કે, સંરક્ષણ એન્ટરપ્રાઈઝ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા આ વિધ્વંસક પ્રણાલીનું ઉત્પાદન કરવામાં આવશે. અગ્રિમ હરોળના તમામ યુદ્ધ જહાજો પરથી તાકી શકાય તે માટે સક્ષમ અદ્યતન ટોર્પિડો વિધ્વંસક પ્રણાલી મારીચ માટે એક કરાર સુધી પહોંચવાની સાથે આજે ભારતીય નૌસેનાને એન્ટી સબમરીન યુદ્ધ ક્ષમતામાં મોટી સફળતા મળી છે. 

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.