1. Home
  2. revoinews
  3. હવે રસ્તાઓ જલ્દી નહીં તૂટે, સરકાર લાવી શકે છે સ્યોરિટી બોન્ડ
હવે રસ્તાઓ જલ્દી નહીં તૂટે, સરકાર લાવી શકે છે સ્યોરિટી  બોન્ડ

હવે રસ્તાઓ જલ્દી નહીં તૂટે, સરકાર લાવી શકે છે સ્યોરિટી બોન્ડ

0
  • કોરોના મહામારીથી બેન્કિંગ સેક્ટરમાં કેશ ફ્લોની અછત
  • ઇરડા હવે સિયોરિટી બોન્ડ રજૂ કરવા અંગે કરશે વિચારણા
  • સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ઇરડાને આ માટે કર્યો આગ્રહ

કોરોનાની મહામારીને કારણે અર્થતંત્ર પર મોટી અસર પડી છે જેને કારણે બેન્કિંગ સેક્ટરમાં કેશ ફ્લો અને નકદીની સમસ્યાનું સર્જન થયું છે. આ સમસ્યા જોતા સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે વીમા નિયામકથી જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ તરફથી સ્યોરિટી બોન્ડ રજૂ કરવાની સંભાવના શોધવાનો આગ્રહ કર્યો છે.

મંત્રાલયના આગ્રહ બાદ ઇરડાએ સડક નિર્માણના ટેન્ડર માટે સ્યોરિટી બોન્ડ લાવવાની કાયદાકીય રૂપરેખા અને વીમા નિયામકે એક પરિપત્રમાં જણાવ્યું છે કે નેશનલ ઇન્સ્યોરન્સ એકેડમીના ડાયરેક્ટર જી.નિવાસનની અધ્યક્ષતામાં રચિત આ કાર્યસમૂહમાં સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રની વીમા કંપનીઓ અને ઇરડાના સભ્ય સામેલ કરવામાં આવ્યા છે.

આપને જણાવી દઇએ કે ભારતીય બજારમાં હાલ કોન્ટ્રાક્ટર માટે ઇન્સ્યોરન્સ કંપનીઓ તરફથી સિયોરિટી બોન્ડ્સ જાહેર કરાતા નથી. સિયોરિટી બોન્ડને એક કોન્ટ્રાક્ટરના કોઇ પ્રોજેક્ટને સંતોષકારક રીતે પૂરા કરવા અને વિભિન્ન સરકારની એજન્સીઓના પ્રદર્શન સુરક્ષાની ગેરંટી આપે છે.

મહત્વનું છે કે, કાર્યસમૂહ સડક નિર્માણના કોન્ટ્રાક્ટ માટે સિયોરિટી બોન્ડ લાવવાની કાયદાકીય રૂપરેખા અને વીમા કંપનીઓ તકે બીજા સેક્ટર માટે તેની ઉપયુક્તતાનું અધ્યયન કરશે. કાર્યસમૂહ ત્રણ મહિનામાં રિપોર્ટ સોંપશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.