Site icon hindi.revoi.in

હવે ટ્રેન રવાના થવાના 30 મિનિટ પહેલા પણ ટિકિટ બૂક કરાવી શકાશે

Social Share

નવી દિલ્હી: મુસાફરોને રાહત આપવાના હેતુસર ભારતીય રેલવે આજથી બીજો રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાની સુવિધા આપી રહી છે. આ બીજી રિઝર્વેશન ચાર્ટને ટ્રેન રવાના થયાના 30 મિનિટ પહેલા તૈયાર કરવામાં આવશે. નવો નિયમ 10 ઑક્ટોબરથી એટલે કે આજથી લાગુ કરવામાં આવશે.

આ અંગે રેલવે દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના કાળ પહેલાના નિયમ પ્રમાણે પ્રથમ રિઝર્વેશન ચાર્ટ ટ્રેન રવાના થયાના ચાર કલાક પહેલા તૈયાર થતો હતો. જે બાદમાં ઇન્ટરનેટ અથવા PRS સિસ્ટમ આધારે ઉપલબ્ધ હોય તેવી ટિકિટનું બૂકિંગ વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવતું. આ બૂકિંગ બીજો રિઝર્વેશન ચાર્ટ બને તે પહેલા સુધી થતું હતું.

બીજો રિઝર્વેશન ચાર્ટ ટ્રેન રવાના થયાના 30થી પાંચ મિનિટ સુધી તૈયાર થતો હતો. આ દરમિયાન રિફંડ નિયમ અંતર્ગત પહેલાથી બુક કરવામાં આવેલી ટિકિટને કેન્સલ કરવાની મંજૂરી હતી. કોરોના કાળમાં બીજા રિઝર્વેશન ચાર્ટના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે બીજી વખત નિયમમાં ફેરફાર કરતા ફરીથી રિઝર્વેશન ચાર્ટને ટ્રેન રવાના થયાના 30 મિનિટ સુધી તૈયાર કરવાની છૂટ આપી દેવામાં આવી છે.

બીજો ચાર્ટ તૈયાર થયા પહેલા ટિકિટનું બુકિંગ યાત્રીઓ ઑનલાઇન અને PRS ટિકિટ કાઉન્ટર પરથી કરી શકશે.

નોંધનીય છે કે ટ્રેનનો પ્રથણ ચાર્ટ ટ્રેન રવાના થયાના ચાર કલાક પહેલા બની જાય છે. બીજા ચાર્ટનો સમય બદલવાથી હવે મુસાફરો પાસે ટિકિટ બૂક કરાવવાના વધારે વિકલ્પ રહેશે. મુસાફર બીજો ચાર્ટ તૈયાર થયા પહેલા આવો પહેલા મેળવોના ધોરણે ઇન્ટરનેટના માધ્યમથી ટિકિટ બૂકિંગ કરી શકે છે.

(સંકેત)

Exit mobile version