1. Home
  2. revoinews
  3. રેલવેએ ઇતિહાસ રચ્યો, પ્રથમવાર એકપણ ટ્રન મોડી નહીં, 100 ટકા ટ્રેનો સમયસર ચાલી
રેલવેએ ઇતિહાસ રચ્યો, પ્રથમવાર એકપણ ટ્રન મોડી નહીં, 100 ટકા ટ્રેનો સમયસર ચાલી

રેલવેએ ઇતિહાસ રચ્યો, પ્રથમવાર એકપણ ટ્રન મોડી નહીં, 100 ટકા ટ્રેનો સમયસર ચાલી

0
  • લોકડાઉન બાદ ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ
  • 1લી જુલાઇએ ચાલેલી 201 ટ્રેનો મોડું કર્યા વિના નિર્ધારિત સ્ટેશને પહોંચી
  • ટ્રેન સમયસર શરૂ થઇ અને નિર્ધારિત સમયમાં ગંતવ્ય સ્ટેશન પહોંચી

ભારતમાં મોટા ભાગે ટ્રેન મોડી પડી હોય તેવું બનતું હોય છે, પરંતુ લોકડાઉન બાદ ભારતીય રેલવેએ પોતાની નવી છબી રજૂ કરતા ઇતિહાસ રચ્યો છે. 1 લી જુલાઇએ ચાલેલી 201 ટ્રેનો મોડું કર્યા વિના પોતાના સમયાનુસાર નિર્ધારિત સ્ટેશન પર પહોંચી હતી. રેલવે તરફથી એક નિવેદનમાં આ વાત કહેવામાં આવી છે.

રેલવેના નિવેદન અનુસાર ભારતીય રેલવેના ઇતિહાસમાં પ્રથમવાર એવું થયું છે જ્યારે તમામ 100 ટકા ટ્રેનો પોતાના નિર્ધારિત સમય પર ચાલવા અને ગંતવ્ય સ્ટેશન પર પહોંચાડવામાં સફળ રહી છે.

1લી જુલાઈના રોજ ચાલેલી 201 ટ્રેનોમાંથી કોઈ પણ ટ્રેનો મોડી નથી પડી. રેલવે તરફથી જાહેર નિવેદન પ્રમાણે આ પહેલા 23 જુને 99.54% ટ્રેનો પોતાના સમય પર ચાલી ત્યારે માત્ર એક ટ્રેન મોડી પડી હતી.

મળતી જાણકારી પ્રમાણે ભારતીય રેલવેએ 1લી જુલાઈના રોજ 201 ટ્રેનોનું સંચાલન કર્યું અને આ દરેક ટ્રેનો પોતાના નિર્ધારિત સમય પર ચાલી અને ગંતવ્ય સ્ટેશન પહોંચી. આ રીતે ભારતીય રેલવેએ પહેલીવાર ટ્રેન ટાઈમ પર શરૂ થવા અને પહોંચવાના કિસ્સામાં 100% સફળતા મેળવી છે. ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે એકપણ ટ્રેનો મોડી પડી નથી.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.