Site icon hindi.revoi.in

ભારતીય નૌ-સેનાએ આપ્યો તાકાતનો પરચો, યુદ્વ જહાજે લોન્ચ કરી મિસાઇલ, ટાર્ગેટ ધ્વસ્ત

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદ વચ્ચે ભારત સતત તેની સૈન્ય ક્ષમતાનો પરચો આપી રહ્યુ છે. ખાસ કરીને ભારતીય નૌસેના સતત તેના સામર્થ્ય અને તાકાતનો દુશ્મનને પરચો આપી રહ્યું છે. હવે ફરી એક વખત ભારતીય નૌસેનાએ પોતાની તાકાતનો પરચો આપ્યો છે.

નૌસેનાએ બંગાળની ખાડીમાં તૈનાત એન્ટિ શિપ મિસાઇલ કોરા પરથી ટેસ્ટિંગ માટે એક મિસાઇલ લોન્ચ કરી હતી. આ મિસાઇલને લક્ષ્યાંકને ભેદીને તેના ભુક્કા કાઢી નાંખ્યા હતા. મિસાઇલનું નિશાન અચૂક રહ્યું હતું. આ અંગે નેવીએ કહ્યું હતું કે મિસાઇલની મહત્તમ રેન્જનો ઉપયોગ કરીને નિશાન તાકવામાં આવ્યું હતું.

યુદ્વ જહાજ કોરાનું કામ જ દુશ્મન જહાજો પર મિસાઇલ લોન્ચ કરીને તેને તબાહ કરવાનું છે. આ જહાજ પર KH-35 નામથી ઓળખાતી એન્ટિ શિપ મિસાઇલ ગોઠવવામાં આવી છે. ભારત પાસે કોરા જેવા જ બીજા ત્રણ મારકણા એન્ટિ શિપ જહાજ છે. જેમાં INS કિર્ચ, INS કુલિશ અને INS કરમુકનો સમાવેશ થાય છે. જે જહાજ પરથી મિસાઇલ લોન્ચ કરવામાં આવી હતી તે INS કોરા 1998થી ભારતીય નૌસેનામાં સેવા આપી રહ્યું છે.

(સંકેત)

Exit mobile version