Site icon hindi.revoi.in

ભારતીય આઇટી ઉદ્યોગના ‘પ્રણેતા’ એફ.સી.કોહલીનું 96 વર્ષની વયે નિધન

Social Share

નવી દિલ્હી: ભારતમાં 190 અબજ ડૉલરના આઇટી ઉદ્યોગનો પાયો નાખનારા ફકીર ચંદ કોહલીનું 96 વર્ષની જૈફ વયે નિધન થયું છે.

IT સેક્ટરની સૌથી મોટી કંપની TCSના તેઓ સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ હતા. ટીસીએસ દ્વારા કોહલીનાં નિધનની જાહેરાત કરતાં જણાવાયું હતું કે જેઆરટી તાતાના આગ્રહથી કોહલી તાતા ગ્રૂપમાં જોડાયા હતા.

તાતા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને કોહલીને ખરા અર્થમાં લિજન્ડ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે કોહલીએ ભારતમાં આઇટી ક્રાંતિનો પાયો નાખ્યો હતો અને આજે આપણે જે અર્થતંત્રના સુફળ ભોગવી રહ્યા છીએ તેનો તખ્તો તૈયાર કર્યો હતો.

પદ્મભૂષણથી સન્માનિત

કોહલીને દેશના આઇટી સેક્ટરનો પાયો નાખાવાના યશસ્વી પ્રદાન બદલ ભારત સરકાર તરફથી પદ્મભૂષણનું સન્માન પ્રાપ્ત થયું હતું. તેઓ વર્ષ 1996 સુધી TCSના વડા રહ્યા હતા. પીએમ મોદી, આઇટી મિનિસ્ટર રવિશંકર પ્રસાદ સહિત સરકાર અને ઉદ્યોગ જગતના મહાનુભવોએ કોહલીને અંજલિ આપી હતી.

વીપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ શ્રદ્વાંજલિ આપતા કહ્યું હતું કે, કોહલી સાચા અર્થમાં ભારતીય આઇટી ઉદ્યોગના પ્રણેતા હતા. અમે સૌ તેમના પગલે ચાલ્યા છીએ. આઇટી ઉદ્યોગ અને સમગ્ર દેશને તેમનું પ્રદાન અમૂલ્ય છે.

(સંકેત)

Exit mobile version