Site icon hindi.revoi.in

ચીનને વધુ એક ઝટકો – વંદે ભારત ટ્રેન પ્રોજેક્ટ માટે ભારતીય કંપનીઓ જ બીડ કરી શકશે

Social Share

ભારતીય રેલવે હવે 44 વંદે ભારત ટ્રેનો માટે 2000 કરોડ રૂપિયાની બીડ મંગાવી રહી છે જે આજ સુધીની સૌથી મોટી બિડિંગ માનવામાં આવી રહી છે. જો કે અહીંયા ભારત સરકારે આત્મનિર્ભરતાના માર્ગ અપનાવ્યો છે કારણ કે આમાં ફક્ત દેશની કંપનીઓ જ બોલી લગાવી શકશે. અગાઉ ચીનની CRRC કંપનીએ આમાં રસ દાખવ્યો હતો, પરંતુ હવે આ નક્કી છે કે આમાં ફક્ત ભારતીય કંપનીઓ જ બોલી લગાવી શકશે. બિડિંગ પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવશે અને તે લાઇવ હશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, રિવાઇઝ્ડ ટેન્ડરને બે કારણોને લીધે ઘરેલું કહેવામાં આવી રહ્યું છે. પહેલા તો તેમાં 75 ટકા લોકલ કન્ટેન્ટ હશે, જ્યારે આ પહેલાં બિડમાં 50 ટકા લોકલ કન્ટેન્ટ રાખવાની વાત કહેવામાં આવે છે. બીજુ કારણ એ છે કે ભારતીય કંપનીઓ જ આ ટેન્ડર માટે બોલી લગાવી શકે છે.

મહત્વનું છે કે, આ પગલું એ માટે લેવામાં આવ્યું છે કે આત્મનિર્ભર ભારત હેઠળ મેક ઇન ઇન્ડિયા અને ઘરેલું મેન્યુફેક્ચરિંગ કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવી શકે. ભારતની અન્ય દેશ પરની નિર્ભરતા ઘટે. ટેન્ડર અનુસાર આ ટ્રેનો ICF ચેન્નાઇ, આરસીએફ કપૂરથલા અને એમસીએફ રાયબરેલીમાં બનાવવામાં આવશે.

(સંકેત)

Exit mobile version