1. Home
  2. revoinews
  3. ભારતીય સેનાનો જડબાતોડ જવાબ, પાકિસ્તાનના બે સૈનિકોને કર્યા ઠાર
ભારતીય સેનાનો જડબાતોડ જવાબ, પાકિસ્તાનના બે સૈનિકોને કર્યા ઠાર

ભારતીય સેનાનો જડબાતોડ જવાબ, પાકિસ્તાનના બે સૈનિકોને કર્યા ઠાર

0
  • પાકિસ્તાન સતત કરી રહ્યું છે યુદ્વ વિરામનું ઉલ્લંઘન
  • રવિવારે ફરી નિયંત્રણ રેખા પર કર્યો ગોળીબાર
  • ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના બે સૈનિકોને કર્યા ઠાર

પાકિસ્તાન સતત તેની નાપાક હરકતો દોહરાવી રહ્યું છે. પાકિસ્તાને ફરી રવિવારે નિયંત્રણ રેખાની પાસે યુદ્વ વિરામનો ભંગ કર્યો હતો. ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના બે સૈનિકોને ઠાર કર્યા છે અને ત્રણ સૈનિકોને ગંભીરત ઇજાગ્રસ્ત કર્યા છે. આપને જણાવી દઇએ કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે નવેમ્બર 2003થી યુદ્વ વિરામ લાગુ કરવામાં આવ્યો હતો તેમ છત્તાં પણ પાકિસ્તાન સતત યુદ્વ વિરામનો ભંગ કરી રહ્યું છે.

સુરક્ષા એજન્સી અનુસાર પાકિસ્તાન જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓને ઘૂષણખોરી કરવામાં સરળતા રહે તે માટે પાકિસ્તાની સેના સીમા પર ફાયરિંગ કરીને ભારતીય સેનાનું ધ્યાન તે તરફ વાળે છે અને આમ કરીને યુદ્વ વિરામનો ઉલ્લંઘન કરે છે. નિકિયાલ સેક્ટરમાં એક જમાદાર સહિત બે પાકિસ્તાની સૈનિકોને ઠાર કરવામાં આવ્યાં. જ્યારે રાખ ચિકરી, દેવા અને બગ્સર વિસ્તારોમાંથી ત્રણ  સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે.

નોંધનીય છે કે પાકિસ્તાન હંમેશા આતંકીઓને શરણ આપતું રહ્યું છે અને ત્યાં અનેક ટ્રેનિંગ કેમ્પોમાં આતંકીઓ તાલીમ પણ લઇ રહ્યા છે. આ  જ કારણોસર FATF એ પાકિસ્તાનને ફંડ આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. જો પાકિસ્તાન દ્વારા આતંકીઓ વિરુદ્વ કોઇ એક્શન નહીં લેવાય તો તેને FATFની યાદીમાં હંમેશા માટે બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી સંભાવના છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.