1. Home
  2. revoinews
  3. જમ્મૂ કાશ્મીર: સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 8 આતંકીઓને ઠાર માર્યા
જમ્મૂ કાશ્મીર: સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 8 આતંકીઓને ઠાર માર્યા

જમ્મૂ કાશ્મીર: સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 8 આતંકીઓને ઠાર માર્યા

0
  • સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે જમ્મૂ કાશ્મીરના પંપોર-શોપિયામાં અથડામણ
  • સુરક્ષાદળોએ આપ્યો જડબાતોડ જવાબ, 8 આતંકીઓને કર્યા ઠાર
  • આ વિસ્તારોમાં હજુ સર્ચ ઓપેરશન ચાલુ

ભારત અત્યારે કોરોના મહામારી જેવા પડકારની સાથોસાથ સરહદ પર આતંકીઓની ઘૂષણખોરી, ગોળીબાર જેવા પડકારોનો પણ સામનો કરી રહ્યું છે જો કે ભારતીય સેના શૌર્ય અને બહાદુરીપૂર્વક જડબાતોડ જવાબ આપીને આતંકીઓને ઠાર કરી રહી છે. જમ્મૂ કાશ્મીરના પંપોર અનો શોપિયામાં ભારતીય સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં સેનાએ 8 આતંકીઓને ઠાર કર્યા છે. લાંબા સમય સુધી ચાલેલા ફાયરિંગમાં શોપિયામાં 5 જ્યારે પંપોરમાં 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં હજુ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઇન્ટેલિજન્સ એજન્સીઓએ ભારતીય સુરક્ષાદળોને જાણકારી આપી હતી કે શોપિયાંના મુનાંદમાં અને પંપોરમાં કેટલાક આતંકી છુપાયા છે અને કોઇ મોટા કાવતરાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા છે. આ જાણકારીને આધારે ભારતીય સેનાએ સ્થાનિક પોલીસ અને CRPFની એક સંયુક્ત ટીમ તૈયાર કરીને આ બન્ને સેક્ટરમાં હુમલો કર્યો હતો અને વિસ્તારને ઘેરી લીધો હતો અને ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

આ સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓને પોતે ઘેરાઇ ગયા હોવાની જાણ થતા તેઓ નજીકમાં આવેલી મસ્જિદમાં છુપાઇ ગયા હતા. બન્ને તરફથી થયેલા ગોળીબારમાં 3 આતંકીઓનો ખાત્મો બોલાવાયો હતો. સેનાએ પહેલા આતંકીઓને આત્મસમર્પણ કરવા કહ્યું હતું પરંતુ આતંકીઓ માન્યા નહીં અને સતત ફાયરિંગ કરી રહ્યા હતા. તેના જવાબમાં આ 3 આતંકીઓને ઠાર મરાયા હતા. આપને જણાવી દઇએ કે આ વર્ષે સુરક્ષાદળોએ અત્યારસુધી 100 આતંકીઓનો ખાત્મો બોલાવ્યો છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.