1. Home
  2. revoinews
  3. ભારત રશિયા પાસેથી 21 મિગ-29 અને 12 સુખોઇ-30 વિમાનો ખરીદશે
ભારત રશિયા પાસેથી 21 મિગ-29 અને 12 સુખોઇ-30 વિમાનો ખરીદશે

ભારત રશિયા પાસેથી 21 મિગ-29 અને 12 સુખોઇ-30 વિમાનો ખરીદશે

0
  • ચીન અને પાકિસ્તાન સાથેની સરહદી પડકારો સામે ભારત સજ્જ
  • ભારત રશિયા પાસે મિગ 29 અને સુખોઇ 30 વિમાનો ખરીદશે
  • મિગ-29 વિમાનો આધુનિકીકરણ સાથે વધુ મજબૂત બનશે

ભારત હાલમાં અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે જેમાં કોરોના મહામારી ઉપરાંત ચીન અને પાકિસ્તાન સાથે સરહદ પર પણ મોટો પડકાર ઝીલી રહ્યું છે. આ સરહદી સંઘર્ષમાં આ બન્ને દુશ્મનોને મ્હાત આપવા માટે ભારતીય વાયુસેનાને લડાકુ વિમાનની ખાસ આવશ્યકતા છે. આ પડકારને પહોંચી વળવા માટે ભારતીય વાયુસેનાએ રશિયા પાસેથી 21 નવા મિગ-29 તેમજ 12 સુખોઇ-30 વિમાનો ખરીદવા માટેનો પ્રસ્તાવ સરકારને મોકલી આપ્યો છે.

આ વચ્ચે રશિયાએ કહ્યું છે કે, ભારતની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમે વહેલી તકે આ જેટ્સ ભારતને આપવા માટે તૈયાર છીએ. એક રિપોર્ટ પ્રમાણે રશિયા હાલમાં મિગ-29 વિમાનોને વધારે આધુનિક બનાવી રહ્યું છે. એક વખત આ પ્રોજેક્ટ પુરો થશે તે પછી આ વિમાનો ચોથી પેઢીના લડાકુ જેટ્સની સમકક્ષ થઇ જશે.

ભારતીય વાયુસેના પહેલાથી જ મિગ 29 વિમાનોનો ઉપયોગ કરી રહી છે. આધુનિકીકરણ બાદ તેની હથિયારો લઇ જવાની અને ઉડાન ભરવાની ક્ષમતામાં વધારો થશે. આગામી 40 વર્ષ સુધી તે સેવા આપવા માટે સમર્થ રહેશે. બીજી તરફ ભારત રશિયા પાસે વધુ 12 સુખોઇ 30 વિમાન ખરીદવા જઇ રહ્યું છે. હવે સુખોઇને બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ કરવા માટે પણ લીલી ઝંડી મળી ગઇ છે. ભારતને આ વિમાનો ખરીદવા માટે કુલ 6000 કરોડ ચૂકવવા પડશે.

(સંકેત)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.