Site icon hindi.revoi.in

ભારતમાં આગામી વર્ષના પ્રારંભમાં આવી શકે કોરોનાની વેક્સીન: ડૉ.હર્ષવર્ધન

Social Share

નવી દિલ્હી:  ભારતમાં કોરોના મહામારીનો કહેર પ્રવર્તિત છે અને અત્યારસુધી દેશભરમાં કોરોનાના 71 લાખ કેસ થઇ ચૂક્યા છે. આ મહામારીને નાબૂદ કરવા માટે સમગ્ર વિશ્વમાં કોરોનાની વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. ભારતમાં પણ લોકો કોરોના વેક્સીન તરફ મીટ માંડીને બેઠા છે, ત્યારે આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને જવાબ આપ્યો છે. ડૉ.હર્ષવર્ધને જણાવ્યું કે કોરોનાની વેક્સીન આગામી વર્ષના પ્રારંભમાં આવી શકે છે. તેના માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને આ અંગે જણાવ્યું હતું કે ભારતની વસતીને ધ્યાનમાં રાખીને એક વેક્સીન કે વેક્સીન નિર્માતા સમગ્ર દેશમાં વેક્સીનેશનની આવશ્યકતાઓને પૂરી કરવામાં સક્ષમ નહીં હોય. તેથી અમે ભારતીય વસતી માટે તેની ઉપલબ્ધતા અનુસાર દેશમાં અનેક કોરોના વેક્સીન રજૂ કરવાની વ્યવહારિતાનું આકલન કરવા માટે તૈયાર છીએ.

આપને જણાવી દઇએ કે હાલમાં કોવિડ-19 વેક્સીન માનવ ક્લીનિકલ ટ્રાયલના પહેલા, બીજા અને ત્રીજા ચરણમાં છે, જેના પરિણામોની રાહ જોવાઇ રહી છે. કોરોના સંક્રમિત દર્દીઓની સુરક્ષા સુનિશ્વિત કરવા માટે વેક્સીન ઇમરજન્સી પ્રયોગની મંજૂરી આપવા માટે પર્યાપ્ત સુરક્ષા અને પ્રભાવી આંકડાની જરૂર પડશે.

કોવિડ-19 વેક્સીન આપવા માટે સમૂહોની પ્રાથમિકતા બે મુખ્ય વાતો પર નિર્ભર કરશે. પ્રોફેશનલ ખતરો અને સંક્રમણનું જોખમ, ગંભીર બીમારી હોવાનો ખતરો અને વધતા મૃત્યુ દરથી રોગીને વેક્સીન આપવામાં આવશે. આ મુદ્દે સરકાર કેવી રીતે કોવિડ-19 વેક્સીનને લાવવાની યોજના બનાવી રહી છે, તે મામલે તેણે કહ્યું કે આ વિચાર છે કે શરૂઆતમાં વેક્સીનની આપૂર્તિ સીમિત માત્રામાં ઉપલબ્ધ હશે.

(સંકેત)

Exit mobile version