Site icon Revoi.in

ભારતે વિશ્વને કરી હાકલ, ચેતો અન્યથા આતંકવાદ યુદ્વની જેમ કરશે નરસંહાર

Social Share

નવી દિલ્હી: ભારતે આતંકવાદને લઇને ચેતવણી ઉચ્ચારી છે. ભારતે ચેતવણી ઉચ્ચારી છે કે આતંકવાદને તાકીદે ખાળવાની જરૂર છે નહીંતર વિશ્વ યુદ્વની જેમ એ પણ વ્યાપક નરસંહાર બનશે. આતંકવાદ આજે યુદ્વનો વિકલ્પ બની રહ્યું છે.

બીજુ વિશ્વયુદ્વ 1939ના સપ્ટેમ્બરની પહેલીએ શરૂ થયું હતું અને 1945ના સપ્ટેમ્બરની બીજીએ પૂરું થયું હતું. આ વિશ્વ યુદ્વમાં 6 થી 8 કરોડ લોકો માર્યા ગયા હતા. એ સમયે વિશ્વની કુલ વસતિના ત્રણ ટકા જેટલા યુવાનો આ યુદ્વમાં ખપી ગયા હતા. વર્ષ 2020માં આ વિશ્વ યુદ્વને 75 વર્ષ થયા.

યુનોની મહાસભામાં સોમવારે ભારતના કાયમી પ્રતિનિધિ ફર્સ્ટ સેક્રેટરી આશિષ શર્માએ કહ્યું કે યુનો સ્થાપવાનો એક હેતુ આવનારી પેઢીઓને યુદ્ધોથી બચાવી લેવાનો રહ્યો હતો. અત્યારે આતંકવાદ યુદ્ધનો વિકલ્પ બની રહ્યો છે. એને સમયસર ખાળવામાં નહીં આવે તો વિશ્વયુદ્ધોમાં જે રીતે હજારો લોકોનો સંહાર થાય છે એેવો વિરાટ નરસંહાર આતંકવાદ દ્વારા સર્જાશે. દુનિયાભરના દેશોએ સમયસર ચેતી જવાની જરૂર છે.

તેમણે ઉમેર્યું હતું કે બીજા વિશ્વ સમયે ભારત બ્રિટનનું ગુલામ હતું છત્તાં માત્ર રાષ્ટ્રપ્રેમના કારણે ભારતના 25 લાખ જવાનો આ યુદ્વમાં બ્રિટન વતી લડ્યા. અમારા 87 હજાર યુવાનો માર્યા ગયા અથવા લાપતા થયા. સેંકટો યુવાનો ગંભીર રીતે ઇજા પામ્યા. અત્યારસુધીનું આ સૌથી મોટું સ્વૈચ્છિક સ્વયંસેવક દળ હતું. એમના એ શૌર્યને કદી બિરદાવવામાં ન આવ્યું કે ન કોઇ શ્રેય એમને મળ્યો. આજે આતંકવાદ યુદ્વનો વિકલ્પ બની રહ્યું  છે ત્યારે તેનાથી ચેતવાની આવશ્યકતા છે.

(સંકેત)