1. Home
  2. revoinews
  3. હવે 5 જી સ્પેક્ટ્રમમાંથી ચીનની કંપનીઓની થશે બાદબાકી, આ વસ્તુઓની આયાત ઘટાડાશે
હવે 5 જી સ્પેક્ટ્રમમાંથી ચીનની કંપનીઓની થશે બાદબાકી, આ વસ્તુઓની આયાત ઘટાડાશે

હવે 5 જી સ્પેક્ટ્રમમાંથી ચીનની કંપનીઓની થશે બાદબાકી, આ વસ્તુઓની આયાત ઘટાડાશે

0
  • ભારત સરકારે સોમવારે 59 ચાઇનીઝ એપ્સ પર લગાવ્યો પ્રતિબંધ
  • હવે સરકાર 5જી સ્પેક્ટ્રમની હરાજીમાંથી ચીનની કંપનીની કરી શકે છે બાદબાકી
  • ભારત સરકાર દરેક મોરચે ચીનને આર્થિક ઝટકો આપવા છે તૈયાર

પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ભારત-ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 20 ભારતીય જવાન શહીદ થયા બાદ સમગ્ર દેશમાં ચીન વિરુદ્વ આક્રોશ ફાટી નિકળ્યો છે અને ચારે તરફ ચીની વસ્તુઓના બહિષ્કારની ચળવળ જોર પકડી રહી છે. ભારત સરકારે પણ ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે અને હવે આર્થિક મોરચે ચીનને વધુ એક ઝટકો આપવા માટે ભારત તૈયારી કરી રહ્યું છે.

આગામી દિવસોમાં ભારતમાં 5 જી નેટવર્ક માટે ચીનની કંપનીઓના સાધનો વાપરવા પર પ્રતિબંધ મૂકાય તેવી શક્યતા છે. તે ઉપરાંત ફાઇવ જી સ્પેક્ટ્રમની હરાજીમાંથી ચાઇનીઝ કંપનીઓની બાદબાકી થઇ શકે છે.

અમેરિકાએ ચીનની કંપની હુવેઇ પર પ્રતિબંધ મુકેલો છે. ભારત પણ સ્પેક્ટ્રમ હરાજીમાંથી તેને બાકાત કરી શકે છે. આ સીવાય 10 થી 12 પ્રોડક્ટની ઈમ્પોર્ટને ઓછી કરવા માટે સરકાર વીચારી રહી છે. જેમાં એસી અને ટીવી જેવા ઉત્પાદનો પણ સામેલ થઈ શકે છે. સરકાર તેની આયાત ઓછી કરવા માંગે છે. જેથી ઘર આંગણે તેના ઉત્પાદનને પ્રોત્સાહન આપી શકાય. આ સિવાય લિસ્ટમાં સ્ટીલ, ફૂટવેર, એલ્યુમિનિયમ વગેરેનો સમાવેશ થાય છે.

તે ઉપરાંત ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પણ સરકારે એક લિસ્ટ બનાવ્યું છે. આ લિસ્ટમાં લિથિયમ આયન બેટરીઝ, એન્ટિ બાયોટિક્સ, પેટ્રો કેમિકલ્સ, ઓટો પાર્ટસ, રમત ગમતના સાધનો, રમકડાં, ટીવી સેટ્સ, સોલાર ઇક્વિપમેન્ટ્સનો સમાવેશ થાય છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.