Site icon hindi.revoi.in

ભારત ચીન સામે સમુદ્રમાં યુદ્વ ક્ષમતા વધારશે, ખરીદશે 55,000 કરોડમાં 6 સબમરીન

Social Share

ચીનની નેવીની વધતી તાકાતને ધ્યાનમાં રાખતા હવે ભારત પણ પોતાની વ્યૂહાત્મક ક્ષમતા વધારશે. આ દિશામાં ભારતીય નૌસેના માટે 6 પારંપરિક સબમરીનના નિર્માણ માટે 55,000 કરોડ રૂપિયાની મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની પ્રપોઝલ પ્રક્રિયા ઑક્ટોબર સુધી શરૂ થવાની છે. સરકારી સૂત્રોએ આ જાણકારી આપી હતી.

ભારતમાં વ્યૂહાત્મક ભાગીદારી મોડલ હેઠળ આ સબમરીનનું નિર્માણ થશે. સ્થાનિક કંપનીઓને દેશમાં અત્યાધુનિક સૈન્ય ઉપકરણ નિર્માણ માટે વિદેશી રક્ષા કંપનીઓથી કરારની મંજૂરી હશે અને આયાત પર નિર્ભરતા ઘટશે. પરિયોજનાના સંબંધમાં આરએફપી (અનુરોધ પ્રસ્તાવ) જાહેર કરવા માટે સબમરીનની વિશિષ્ટતા અને અન્ય જરૂરી માપદંડને લઈને રક્ષા મંત્રાલય અને ભારતીય નૌસેનાની અલગ-અલગ ટીમો દ્વારા કામ પૂરું થઈ ચૂક્યું છે.

આ પરિયોજના માટે રક્ષા મંત્રાલય બે ભારતીય શીપયાર્ડ અને પાંચ વિદેશી રક્ષા કંપનીઓના નામોની સંક્ષિપ્ત યાદી બનાવી ચૂક્યું છે. અંતિમ યાદીમાં સામેલ ભારતીય કંપનીઓમાં એલ એન્ડ ટી ગ્રૂપ અને સરકારી મઝગાંવ ડોક લિમિટેડ છે, જ્યારે પસંદગીની વિદેશી કંપનીઓમાં થાયસીનક્રૂપ મરીન સિસ્ટમ (જર્મની), નવાનતિયા (સ્પેન) અને નેવલ ગ્રુપ (ફ્રાન્સ) સામેલ છે.

મહત્વનું છે કે, પાણીની અંદર પોતાની યુદ્વ ક્ષમતા વધારવા માટે ભારતીય નૌસેનાની પરમાણુ હુમલો કરવાની ક્ષમતાવાળી 6 સબમરીન સહિત 24 નવી સબમરીન ખરીદવાની યોજના છે. નૌસેનાની પાસે હાલમાં 15 પારંપરિક સબમરીન અને બે પરમાણુ સંપન્ન સબમરીન છે.

(સંકેત)

Exit mobile version