Site icon hindi.revoi.in

India-China Standoff: દોકલામ સરહદે ચીને બોમ્બર વિમાનો ગોઠવ્યા તો ભારતે પૃથ્વી મિસાઇલનું કર્યું પરીક્ષણ

Social Share

ભારત અને ચીન વચ્ચે સરહદ પર ગતિરોધ સતત વધી રહ્યો છે. ચીને દોકલામ સરહદથી અંદરના ભાગમાં પરમાણુ શસ્ત્ર લઇ જવા સક્ષમ લોંગ રેન્જ બોમ્બર વિમાનો ગોઠવ્યા છે. વિમાનોનો આ જમાવડો સેટેલાઇન તસવીરોમાં જોઇ શકાય છે.

બીજી તરફ ભારતે પણ પરમાણુ પ્રહારી કરવા માટે સક્ષમ મિસાઇલ પૃથ્વી-2નું સફળ પરીક્ષણ કર્યું હતું. આ તરફ દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે વાટાઘાટો ચાલી રહી છે અને ચાલશે પણ એ તો જ સફળ થશે જો ગ્રાઉન્ડ પર ફરક પડશે.

આનો અર્થ એ છે કે ચીન જો એલએસી પર સૈન્ય પાછુ ખેંચશે તો જ વાટાઘાટાનો અર્થ સરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ભાર મૂકતા કહ્યું હતું કે લાઇન ઓફ એક્ય્ચુયઅલ કંટ્રોલમાં ફેરફાર કરવાનો ચીનનો કોઇપણ પ્રયાસ ભારતને માન્ય નથી. ચીને દોકલામ તરફ પરમાણુ બોમ્બર વિમાનો ગોઠવીને ભારત સામે નવો મોરચો માંડ્યો છે.

ચીને અહીં એચ-6 પ્રકારના બોમ્બર વિમાનો ગોઠવ્યા છે, જે  6 હજાર કિલોમીટરની રેન્જ ધરાવે છે. આ સિવાય ચીને અન્ય મિસાઈલ્સ અને મોટી સંખ્યામાં સૈનિકો પણ ત્યાં ખડકી રાખ્યા છે. એ સ્થિતિ વચ્ચે ભારતે 300 કિલોમીટરની રેન્જ ધરાવતા પૃથ્વી-2નું સફળ પરીક્ષણ કર્યું હતું.

DRDO દ્વારા નિર્મિત આ મિસાઇલનું પરીક્ષણ ઓડિસાના કાંઠેથી કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ રાત્રે કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ રાત્રીના સમયે મિસાઇલ કઇ રીતે આગળ વધે છે તે જોવાનો હતો. મિસાઇલ પરીક્ષણ માટેના તમામ માપદંડોમાં સફળ રહી હતી.

મહત્વનું છે કે નિષ્ણાતો અનુસાર ચીન રશિયાની માફક જંગની તૈયારી કરી રહ્યું હોવાનું લાગી રહ્યું છે. ચીને છેલ્લી સદીમાં કોઇ મોટા યુદ્વમાં ઝંપલાવ્યું નથી અને જે જંગ ખેલ્યા છે, એ મોટા ભાગે હારી ગયું છે.

(સંકેત)

Exit mobile version