Site icon Revoi.in

ચીન સાથે તણાવ વચ્ચે ભારતે ક્વિક રિએક્શન મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ

Social Share

નવી દિલ્હી: ચીન સાથે ચાલી રહેલા સરહદી તણાવ વચ્ચે ભારતે પોતાના શસ્ત્ર સરંજામમાં વધુ એક ઘાતક શસ્ત્ર ઉમેર્યું છે. ભારતે એક ખાસ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે, કે જે સંપૂર્ણ સફળ રહ્યું છે. તેનું નામ ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ છે. આ સિદ્વિ માટે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે DRDOને અભિનંદન પાઠવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ મિસાઇલે પરીક્ષણ દરમિયાન પોતાના ટાર્ગેટને સફળતાપૂર્વક નિશાન બનાવ્યું હતું. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલની બેક ટુ બેક સફળ ટ્રાયલ માટે DRDOને શુભેચ્છાઓ. તેની પહેલી લોન્ચ ટેસ્ટ 13 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી. તેમાં એ સાબિત થયું છે કે, મિસાઇલ નિશાનને સફળતાપૂર્વક ટાર્ગેટ કરી શકે છે.

મહત્વનું છે કે, ભારતે ડ્રોન જેવી તમામ વસ્તુઓને તોડી પાડતી આ મિસાઇલનું સફળ પરીક્ષણ ઓડિશાના બાલાસોરમાં કર્યું હતું. બીજી તરફ, માલાબાર યુદ્વાભ્યાસનો પ્રથમ તબક્કો 3થી 6 નવેમ્બર વચ્ચે બંગાળની ખાડીમાં થયો અને આ દરમિયાન સબમરીન યુદ્વ અને દરિયાથી હવામાં માર કરવાની ક્ષમતાનો અભ્યાસ કરાયો હતો. આ યુદ્વાભ્યાસ એવા સમયે થઇ રહ્યો છે જ્યારે છેલ્લા 6 મહિનાથી પૂર્વ લદાખ સરહદે ભારત-ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે.

(સંકેત)