Site icon hindi.revoi.in

DRDOની ઐતિહાસિક સિદ્વિ, હાઇપરસોનિક ટેક્નોલોજી ડિમોન્સ્ટ્રેટર વ્હીકલનું કર્યું સફળ પરીક્ષણ

Social Share

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. સંગઠન એ ઓડિશા તટ નજીક ડૉ. અબ્દુલ કલામ દ્વીપથી માનવ રહિત સ્ક્રેમજેટના હાઇપરસોનિક સ્પીડ ફ્લાઇટનું સફળ પરીક્ષણ કર્યું હતું. હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ પ્રણાલીના વિકાસને આગળ વધારવા માટે આજનું પરીક્ષણ એક મોટું પગલું છે.

HSTDV હાઇપરસોનિક ટેક્નોલોજી ડિમોન્સ્ટ્રેટર વ્હીકલ હાઇપરસોનિક સ્પીડ ફ્લાઇટ માટે માનવરહિત સ્કેરમજેટ પ્રદર્શન વિમાન છે. ભારતના HSTDVનું પરીક્ષણ 20 સેકન્ડથી પણ ઓછા સમયનું હતું. આ વિમાનનો ઉપયોગ મિસાઇલ અને સેટેલાઇટ લોન્ચ કરવા માટે થઇ શકે છે.

DRDOના હાઇપરસોનિક ટેક્નોલોજી ડિમોન્સ્ટ્રેટર વ્હીકલના સફળ પરીક્ષણ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંગઠનને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને આજે સ્ક્રેમજેટ પ્રોપ્લશન સિસ્ટમના ઉપયોગથી હાઇપરસોનિક ટેક્નોલોજી ડિમોન્સ્ટ્રેટર વ્હીકલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ સફળ પરીક્ષણ સાથે દરેક નવી ટેક્નોલોજીનું હવે અન્ય તબક્કામાં પણ પરીક્ષણ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત સંકલ્પ હેઠળ આ ટેક્નોલોજી એક નોંધપાત્ર સિમાચિહ્ન સાબિત થશે.

DRDOએ પરીક્ષણની સફળતા પર કહ્યુ કે આ પરીક્ષણ એટલા માટે કરવામાં આવ્યુ કેમ કે અમે ભવિષ્ય માટે ટેકનોલોજીની તપાસ કરી શકીએ. હાઈપરસોનિક સ્પીડ ફ્લાઈટને લોન્ચ કર્યા બાદ તેમની ગતિવિધિઓને વિભિન્ન રડાર, ટેલીમેટ્રી સ્ટેશન અને ઈલેક્ટ્રો ઑપ્ટિકલ ટ્રેકિંગ સેન્સર્સથી ટ્રેક કરવામાં આવ્યુ. અત્યારે ડેટા જમા કરીને તેમનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ગયા વર્ષે જૂનના મહિનામાં પણ HSTDVનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

(સંકેત)

Exit mobile version