Site icon hindi.revoi.in

ભારત બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું કરશે શક્તિ પ્રદર્શન

Social Share

નવી દિલ્હી: ચીનની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ભારત દરેક મોરચે પોતાને મજબૂત કરવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે અને પોતાની સૈન્ય ક્ષમતાને વધુને વધુ મજબૂત બનાવી રહ્યું છે. ભારતે પોતાની ત્રણેય સેનાને અલર્ટ પર રાખી છે. હવે ભારત આ મહિનાના અંત સુધીમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની મારક ક્ષમતાનું પરીક્ષણ કરશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, DRDO આ મહિનાના અંતિમ સપ્તાહ સુદી હિંદ મહાસાગર ક્ષેત્રમાં બ્રહ્મોસ મિસાઇલનું તાબડતોબ પરીક્ષણ કરશે. બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ દુનિયાની સૌથી ઝડપી ગતિ ધરાવતી મિસાઇલ છે.

DRDOની મિસાઇલ ટેક્નોલોજીથી વર્તમાન સ્પીડ 298 કિલોમીટરથી વધીને 450 કિલોમીટર કરી દીધી છે. પરીક્ષણથી રક્ષા સેવાઓની મિસાઇલ ટેક્નોલોજીના પ્રદર્શનમાં સુધારો કરવામાં મદદ મળશે.

આપને જણાવી દઇએ કે ચીનની સાથે સંઘર્ષ શરૂ થયા બાદ તુરંત બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ યુદ્વ વિમાનોની એક સ્કવોડ્રનને ઉત્તર સરહદે તૈનાત કરાઇ હતી. ગત મહિને ભારતીય નેવીએ પોતાના યુદ્ધજહાજ INS ચેન્નાઇથી 400 કિલોમીટરથી વધુ ઉંચા સમુદ્ર લક્ષ્ય પર વાર કરવાની પોતાની ક્ષમતા બતાવવા માટે બ્રહ્મોસ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતુ.

(સંકેત)

Exit mobile version