Site icon hindi.revoi.in

કોરોના નાબુદ કરવા માટે ભારત 1.5 અબજ વેક્સીનના ડોઝ ખરીદશે: રિપોર્ટ્સ

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. દુનિયાભરના લોકો કોરોનાનો ખાતમો કરતી વેક્સીનની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. અનેક દેશોમાં વેક્સીનની ટ્રાયલ ચાલી રહી છે અને કેટલાક દેશોમાં તો વેક્સીનની ટ્રાયલ અંતિમ ચરણમાંથી પસાર થઇ રહી છે. એવામાં ભારત સહિત અન્ય દેશોએ વેક્સીનના ટ્રાયલ કરી રહેલી કંપનીઓની સાથે એડવાન્સમાં ખરીદીની ડીલ પાકી કરી લીધી છે. વોલ સ્ટ્રીટ જર્નલ મુજબ, સૌથી વધુ વેક્સીન ખરીદીની ડીલ પાકી કરનારા દેશોમાં ભારત ત્રીજા નંબર પર છે. વેક્સીન ખરીદીમાં અમેરિકા પ્રથમ નંબરે તો યૂરોપિયન યૂનિયન બીજા નંબર પર છે.

સ્વાસ્થ્ય સંબંધિત નવા અનુસંધાનોથી બનેલી ટેકનીક અને દવાઓને નિમ્ન આવક ધરાવતા દેશો સુધી પહોંચાડવામાં આવનારા વ્યાવધાનો પર કરવામાં આવેલી શોધમાં કોરોના વેક્સીનની ખરીદી કરનારા દેશોની એક યાદી તૈયાર કરવામાં આવી. આ યાદી મુજબ એડવાન્સમાં વેક્સીન ખરીદનારા દેશોની યાદીમાં અમેરિકા પ્રથમ ક્રમાંકે, યૂરોપિયન યૂનિયન બીજા ક્રમાંકે અને ભારત ત્રીજા નંબર પર છે.

ભારતે જ્યાં 1.5 અબજ વેક્સીનના ડોઝ વેક્સીન બનાવનારી કંપનીઓ સાથે ડીલ કરી લીધી છે. તો બીજી તરફ યૂરોપિયન યૂનિયને 1.2 અબજ વેક્સીન અને અમેરિકાએ 1 અબજની ડીલ પાકી કરી લીધો છે.

આ ઉપરાંત અમેરિકા અને યૂરોપિયન યૂનિયને અલગ-અલગ વેક્સીન ડોઝની સંભવિત ખરીદી ડીલ પણ કરી છે. અમેરિકાએ દોઢ અબજ વેક્સીન ડોઝ તો યૂરોપિયન યૂનિયને લગભગ 7 કરોડ ડોઝની સંભવિત ખરીદી ડીલ કરી છે. તેનાથી અનુમાન લગાવી શકાય છે કે US પોતાની તમામ વસ્તીને એકથી વધુ વાર વેક્સીન પૂરી પાડવાની યોજના બનાવી રહ્યું છે.

ભારતમાં વેક્સીન વિતરણની યોજના પર વાત કરીએ તો ભારત પ્રાથમિકતાના આધારે પોતાની વસતીને વેક્સીન પૂરી પાડશે. કોવિડ-19 વેક્સીનના 8 અબજથી વધુ ડોઝ એડવાન્સ માર્કેટ કમિટમેન્ટ્સ હેઠળ રિઝર્વ કરવામાં આવી ચૂક્યા છે.

(સંકેત)

Exit mobile version