
ગલવાનમાં ભારત-ચીન ઘર્ષણ: ITBPની 180 પોસ્ટ પર હાઇ એલર્ટ
- લદ્દાખની ગલવાની ખાડીમાં ચીન સાથે હિંસક અથડામણ બાદ ITBP એક્શનમાં
- ઉત્તરાખંડ, અરુણચાલ, હિમાચલ અને લદ્દાખમાં તમામ ચોકીઓ પર એલર્ટ જાહેર
- સરહદ પર ચીનની દરેક હરકતો પર રખાઇ રહી છે નજર
લદ્દાખની ગલવાની ખાડીમાં ચીન સાથે હિંસક અથડામણ બાદ ભારત-ચીન સરહદની તમામ પોસ્ટ પર હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ તેમજ લદ્દાખમાં ITBPની તમામ ચોકીઓ પર એલર્ટ જાહેર કરી દેવાયું છે.
સૂત્રોનુસાર ITBPના જવાનોએ ચીનની હરકત પર નજર રાખવા માટે કેટલાક સ્થલો પર LRP તેમજ SRPની સંખ્યા વધારી છે. સરહદ પર ચીનની દરેક હરકત પર નજર રાખવામાં આવી રહી છે.
ભારત-ચીન સરહદ પર નજર રાખવાની જવાબદારી ITBPને સોંપાઇ છે. આપને જણાવી દઇએ કે ગલવાનમાં ચીનની ચાલાકી અને દગાખોરીમાં ભારતના 20 જવાન શહીદ થયા છે. જે બાદ ઉત્તરાખંડ, હિમાચલ તેમજ અરુણચાલ, લદ્દાખમાં ભારત-ચીન સરહદ પર બનેલા તમામ 180થી વધારે બોર્ડર આઉટપોસ્ટને એલર્ટ કરી દેવાયા છે.
ભારત-ચીન સીમા પર ઘર્ષણ અને તણાવ બાદ તિબેટથી હિમાચલ પ્રદેશના કિન્નોર તેમજ લાહોલ-સ્પીતિ નજીક સુરક્ષા માટે મહત્વના પગલાં લેતા એલર્ટ જારી કરી દેવાયું છે. રાજ્ય સરકારે મંગળવારે આ જાણકારી આપી હતી.
(સંકેત)