Site icon hindi.revoi.in

કરપ્શન ઇન્ડેક્સમાં ભારત 80માં ક્રમાંકે, લોકસભામાં 88 ટકા સાંસદો કરોડપતિ

Social Share

ભારતમાં કદાચ જો સૌથી વધુ કમાણી થતી હોય તો તે છે રાજનીતિમાં. ભારતમાં હવે રાજનીતિના બે પાસા છે. વ્યક્તિ પૈસાદાર હોય તો સરળતાપૂર્વક નેતા બની શકે છે અને પૈસાદાર ના હોય તો નેતા બન્યા બાદ સરળતાથી પૈસા કમાઇ શકે છે. બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન ગઇકાલે થયું. પ્રથમ તબક્કામાં 1066માંથી 375 એટલે કે 35 ટકા કરોડપતિ ઉમેદવાર છે. એક ઉમેદવારની સરેરાશ સંપત્તિ અંદાજે 2 કરોડ રૂપિયા છે.

રાજકારણમાં નેતાઓની સંપત્તિ દિવસે બે ગણી અને રાત્રે ચાર ગણી વધે છે. વર્ષ 2019માં ફરી લોકસભા ચૂંટણી લડનાર ભાજપના 170 સાંસદોની સંપત્તિ 13 કરોડથી 17 કરોડ રૂપિયા સુધી વધી. 5 વર્ષમાં શિરોમણી અકાલી દલના બે સાંસદોની સંપત્તિ સરેરાશ 115 કરોડ રૂપિયા સુધી વધી ગઇ. કોંગ્રેસના પણ 38 સાંસદોની સંપત્તિમાં સરેરાશ 60 કરોડ રૂપિયાની વૃદ્વિ જોવામ મળી હતું.

ચાલો કેટલાક આંકડાઓ પર કરીએ નજર

જે ગતિએ નેતાઓ કમાણી કરી રહ્યા છે તે ગતિએ જો સામાન્ય વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય તો આવકવેરા વિભાગ તેને તરત  જ નોટિસ મોકલે અને જવાબ માંગે. જવાબ ના આપવા પર કાર્યવાહી કરે. પરંતુ નેતાઓ વિરુદ્વ કોઇપણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી નથી. તેને કોઇ સવાલ પૂછવામાં આવતા નથી જેની પાછળનું એક કારણ ભ્રષ્ટાચાર છે.

(સંકેત)

Exit mobile version