Site icon hindi.revoi.in

હવે હવાઇ યાત્રા થશે મોંઘી: સરકારે એવિએશન સિક્યોરિટી ફી વધારીને મુસાફર દીઠ રૂ.160 કરી

Social Share

એરપોર્ટ પર વધેલા સુરક્ષા ખર્ચની કિંમતને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે ફરીથી એરપોર્ટ પર મુસાફરો પાસેથી લેવામાં આવતી સિક્યોરિટી ફીમાં વધારો કર્યો છે. આ વખતે સરકારે એવિએશન સિક્યોરિટી ફીમાં મુસાફરો દીઠ રૂ.10નો વધારો કર્યો છે. હવે એવિએશન સિક્યોરિટી ફી વધારીને મુસાફર દીઠ રૂ.160 થઇ ગઇ છે. સરકારના આ નિર્ણયથી હવાઇ મુસાફરી મોંઘી થવાની સંભાવના છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર એવિએશન સિક્યોરિટી ફીમાં વધારાને લઇને એવિએશન મિનિસ્ટ્રીએ 13 ઓગસ્ટે આદેશ બહાર પાડ્યો હતો. આ આદેશ મુજબ, સરકારે એરક્રાફ્ટ રૂલ્સ 1937માં આપવામાં આવેલા પાવરનો ઉપયોગ કરીને એવિએશન સિક્યોરિટી ફીમાં વધારો કરવાની મંજૂરી આપી હતી. આ વધારો 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે.

CISF દેશના 61 એરપોર્ટ પર સુરક્ષા પૂરી પાડે છે ત્યારે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીલ સિક્યોરિટી ફોર્સને કરવામાં આવતી ચૂકવણીમાં વધારો કરવામાં આવ્યો છે. તેના કારણે સિક્યોરિટી ફીમાં પણ વધારો ઝીંકાયો છે. કોરોના સંક્રમણને કારણે એરપોર્ટ પર લોકોની સંખ્યા ઘટી છે પરંતુ સુરક્ષા ખર્ચમાં વધારો થયો છે. તે ઉપરાંત CISF મુસાફરની ચકાસણી માટે પીપીઇ કિટ, માસ્ક, ગ્લોવ્સ વગેરે સાધનોનો પણ ઉપયોગ કરે છે જેને કારણે પણ સુરક્ષા ખર્ચમાં વધારો થયો છે.

 (સંકેત)

 

 

Exit mobile version