Site icon hindi.revoi.in

હવે ઇંજેક્શનથી ડરવાની જરૂર નથી, સંશોધકોએ દુ:ખાવા વગર શરીરમાં દવા પહોંચાડતી સોઇ બનાવી

Social Share

ઘણા લોકો એવા હોય છે જેઓ બંદુકથી નહીં પણ નાની એવી ઇંજેક્શનની સોઇતી ડરતા હોય છે. જો કે હવે સોઇથી ડરતા લોકોને વધુ ડરવાની જરૂર નથી. IIT ખડગપુરના સંશોધકોએ એક સુક્ષ્મ સોઇ બનાવી છે. જેની મદદ વડે દુખાવા વગર શરીરમાં દવા પહોંચાડી શકાશે. IIT ખડગપુરે શનિવારે આ અંગે માહિતી આપી હતી.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, સંસ્થાના ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન વિભાગે સોઇના વ્યાસને તો ઘટાડ્યો પરંતુ સાથે તેને વધુ મજબૂત પણ બનાવી છે. એક વાર ત્વચામાં ગયા બાદ તે તૂટી ના જાય તે માટે તેને વધુ મજબૂત બનાવાઇ છે. આગામી સમયમાં કોરોના વેક્સિનેશન માટે પણ આ સોઇનો ઉપયોગ કરાશે.

આ સોઇનો ઉપયોગ લસીક પ્રણાલી ઇન્સુલિન વિતરણ અથવા તો કોઇ અન્ય બિમારીના મેડિકેશન માટે પણ થઇ શકે છે. જેમાં કેન્સરના કેટલાક પ્રકારો અને કોરોના વાયરસનો સમાવેશ થાય છે. આ સોઇની ડિઝાઇન એવી છે કે તે નિયંત્રિત અને સટીક રીતે દવાના અણુને શરીરમાં પહોંચાડે છે. મુખ્ય સંશોધક તરુણ કાંતિ ભટ્ટાચાર્યે આ માહિતી આપી હતી.

મહત્વનું છે કે, આ સોઇનો પ્રયોગ પશુઓ પર કરવામાં આવ્યું છે જે સફળ રહ્યો છે. અનેક પ્રકારના સંશોધન બાદ આ સોઇને વિકસિત કરવામાં આવી છે. હવે સંશોધકોએ તેના પેટન્ટ માટે પણ અરજી કરી છે.

(સંકેત)

Exit mobile version