Site icon hindi.revoi.in

આજે ભારતીય વાયુસેનાનો 88મો સ્થાપના દિવસ: રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તેમજ રક્ષા મંત્રીએ પાઠવી શુભેચ્છાઓ

Social Share

નવી દિલ્હી:  આજે ગુરુવાર એટલે કે 8 ઑક્ટોબરના રોજ ભારતીય વાયુસેનાનો 88મો સ્થાપના દિવસ છે. સમગ્ર દેશ આ સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે ત્યારે આ પ્રસંગે રાષ્ટ્રપતિ, ત્રણેય સેનાઓના કમાન્ડર તેમજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાની શુભકામનાઓ પાઠવી હતી.

રાષ્ટ્રપતિએ આ પ્રસંગે કહ્યું હતું કે, વાયુ સેના દિવસ પર, અમે ગર્વથી અમારી વાયુ યોદ્વાઓ, દિગ્ગજો અને ભારતીય વાયુ સેનાના પરિવારોનું સન્માન કરીએ છીએ. રાષ્ટ્ર આપણા આકાશને સુરક્ષિત રાખવા અને માનવીય સહાયતા અને આપત્તિ રાહતમાં નાગરિક અધિકારોની સહાયતા કરવામાં ભારતીય વાયુસેનાના યોગદાન માટે ઋણી છે.

એક ટ્વીટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, રાફેલ, અપાચે અને ચિનૂકને સામેલ કરવાની સાથે આધુનિકરણની ચાલી રહેલી પ્રક્રિયા ભારતીય વાયુસેનાને વધુ સામરિક બળમાં પરવર્તીત કરશે.

સુપ્રીમ કમાન્ડરે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે રાફેલ, અપાચે અને ચિનૂકને સામેલ કરી આધુનિકીકરણની ચાલી રહેલી પ્રક્રિયા ભારતીય વાયુસેનાને સામરીક બળમાં પરિવર્તિત કરશે. અમને વિશ્વાસ છે કે આગામી વર્ષોમાં, ભારતીય વાયુસેના પ્રતિબદ્વતા અને ક્ષમતા સાથે પોતાના ઉચ્ચ માપદંડોને કાયમ રાખવાનું ચાલુ રાખશે.

PM મોદીએ પણ શુભેચ્છા પાઠવતા સંદેશ આપ્યો હતો કે એરફોર્સ દિવસ પર ભારતીય વાયુસેનાના તમામ વીર યોદ્વાઓને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. તમે દેશના આકાશને સુરક્ષિત રાખો છો ઉપરાંત આપત્તિ સમયે માનવતાની સેવામાં પણ અગ્રણી પણ અગ્રણી ભૂમિકા નિભાવો છો. માતા ભારતની રક્ષા માટે આપના સાહસ, શૌર્ય અને સમર્પણ દરેકને પ્રેરિત કરનારા છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે વાયુસેના દિવસ પર શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે વાયુ સેના દિવસ 2020ના અવસરે વાયુ યોદ્વાઓ અને તેમના પરિવારોને મારી શુભકામનાઓ. 88 વર્ષનું સમર્પણ, બલિદાન અને ઉત્કૃષ્ટતા ભારતીય વાયુસેનાની અજય યાત્રાને દર્શાવે છે. મને વિશ્વાસ છે કે ભારતીય વાયુસેના કોઇપણ પરિસ્થિતિમાં હરહંમેશ રાષ્ટ્રના આકાશની રક્ષા કરશે.

(સંકેત)

Exit mobile version