
ICSE/ISC Result 2020: ધોરણ 10-12ના પરિણામ આજે 3 વાગ્યે થશે જાહેર, આ રીતે તમારું પરિણામ કરો ચેક
- આજે સીઆઇએસસીઇ બોર્ડના ધો.10 અને 12ના વિદ્યાર્થીઓનું પરિણામ થશે જાહેર
- બપોરે ત્રણ વાગ્યે CISCEની વેબસાઇટ પર જાહેર થશે પરિણામ
- આ વર્ષે ધો.10-12ના અઢી લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
જો તમે પણ સીઆઇએસસીઇ બોર્ડના ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. સીઆઇએસસીઇ બોર્ડના ધોરણ 10-12ના પરિણામ આજે એટલે કે 10 જુલાઇ 2020ના રોજ બપોરે 3 વાગ્યે જાહેર થશે. વિદ્યાર્થીઓ સીઆઇએસસીઇ બોર્ડની પોતાની વેબસાઇટ results.cisce.org પર પોતાનું પરિણામ જોઇ શકે છે.
સીઆઈએસસીઈ બોર્ડ પોતાની વેબસાઇટ results.cisce.org પર પરિણામ જાહેર કરશે. આ વર્ષે ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓમાં અઢી લાખથી વધુ સ્ટુડન્ટ્સે ભાગ લીધો છે.
સુપ્રીમ કોર્ટને પહેલા જણાવાયું હતું કે, CBSE અને ICSE બંને માટે બાકીની બોર્ડ પરીક્ષા કોવિડ-19 મહામારીના કારણે રદ્દ કરવામાં આવી છે. CBSE બોર્ડ ધો.12ના વિદ્યાર્થી બાદમાં પરીક્ષા આપવા કે છેલ્લી ત્રણ આંતરિક પરીક્ષામાં તેમના પ્રદર્શનના આધારે મૂલ્યાંકનની સાથે આગળ વધવાનો વિકલ્પ હતો. આ જ વિકલ્પ ICSE Board માં ધો.10ના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ નહોતો.
મહત્વનું છે કે બીજી તરફ CBSEના ધોરણ 10 તેમજ ધોરણ 12નું પરિણામ જાહેર થવાની લાખો વિદ્યાર્થીઓ પ્રતિક્ષા કરી રહ્યા છે. જોકે, નવી તારીખ હજુ નક્કી નથી કરવામાં આવી.
(સંકેત)