Site icon hindi.revoi.in

વૈજ્ઞાનિકોનું આ અધ્યયન કોરોનાની રસીના નિર્માણમાં મદદરૂપ થશે

Social Share

કોરોના વાયરસને લઇને દેશ અને વિદેશમાં અનેક સંશોધનો થઇ રહ્યા છે ત્યારે એક નવું સંશોધન સામે આવ્યું છે. તે અનુસાર કોરોના વાયરસનું બદલાતું સ્વરૂપ એ રોગ પ્રતિકારક શક્તિ સાથે સંબંધ ધરાવે છે જે તેને દિશા સૂચવે છે અને જે તેને નબળુ પાડવામાં પણ મદદરૂપ થાય છે. આ શોધ કોરોના વાયરસનો ખાત્મો કરવા તેમજ નવી રસીના નિર્માણમાં મદદરૂપ બની શકે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના કેસમાં એવું બની શકે કે રૂપ પરિવર્તનની ઘટના આકસ્મિક ના હોય તથા માનવ શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા તેને નબળુ પાડવા માટે તેનું રૂપ બદલી રહી હોય. મોલીક્યૂલર બાયોલોજી એન્ડ ઇવોલ્યૂશનમાં 9 કોરોના સાર્સ કોવ-2 સાથે જોડાયેલ પત્રિકા પ્રકાશિત કરવામાં આવી છે.

વૈજ્ઞાનિકોએ અત્યારસુધી વિશ્વ ભરના 15000થી વધારે વાયરસના જીનોમનું સંકલન કરીને સંયુક્તપણે રિસર્ચ કર્યું છે જેમાંથી 6 હજારથી વધારેમાં તેના બદલતા રૂપની ઓળખ થઇ છે. યુનિવર્સિટી ઑફ બાથના મિલનર સેન્ટર ફોર ઇવોલ્યૂનના ડાયરેક્ટર લોરેન્સ હર્સ્ટને કહ્યું કે આપણે વાયરસનું સ્વરૂપ બદલી તેના પર અટેક કરી શકીએ છીએ.

તે ઉપરાંત ઉદ્વિકાસના ક્રમમાં પ્રાકૃતિક ચયન અથવા યોગ્યતમની જીતના સિદ્ધાંત હેઠળ કોરોના વાયરસના રુપ પરિવર્તનની પ્રક્રિયા વિરુદ્ધ ફરી ઉથલો મારે છે. આ શોધ નવી કોરોનાની રસી માટે મદદરુપ સાબિત થઈ શકે છે.

નોંધનીય છે કે, સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની સ્થિતિ વધુને વધુ ગંભીર અને ચિંતાજનક બની રહી છે. વિશ્વભરમાં કોરોનાના કુલ 1 કરોડ 56 લાખ 41 હજાર કેસ છે. જેમાંથી કુલ 95 લાખ 30 હજાર લોકો સ્વસ્થ થયા છે. જ્યારે વિશ્વમાં કુલ 6 લાખ 35 હજાર લોકો મૃત્યુ પામ્યા છે.

(સંકેત)

 

 

Exit mobile version