1. Home
  2. revoinews
  3. સુપ્રીમ કોર્ટે રથયાત્રાને મંજૂરી આપતા સમગ્ર દેશમાં ઉત્સાહ-આનંદનો માહોલ: અમિત શાહ
સુપ્રીમ કોર્ટે રથયાત્રાને મંજૂરી આપતા સમગ્ર દેશમાં ઉત્સાહ-આનંદનો માહોલ: અમિત શાહ

સુપ્રીમ કોર્ટે રથયાત્રાને મંજૂરી આપતા સમગ્ર દેશમાં ઉત્સાહ-આનંદનો માહોલ: અમિત શાહ

0
  • સોમવારે સુપ્રીમ કોર્ટે ઓડિશામાં ભગવાન જગન્નાથની રથયાત્રાને આપી મંજૂરી
  • આજનો દિવસ ભારતના દરેક ભાઇઓ-બહેનો માટે શુભ દિવસ: ગૃહ મંત્રી
  • સમગ્ર દેશમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છે: ગૃહ મંત્રી

આ વર્ષે કોરોના મહામારીને કારણે ઓડિશામાં ભગવાન જગન્નાથની રથયાત્રા નહીં યોજાય તેવું લાગતું હતું પરંતુ સોમવારે સુપ્રીમ કોર્ટે રથયાત્રાને મંજૂરી આપી છે. આ મંજૂરી પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને આ નિર્ણયને લઇને અભિનંદન પાઠવ્યા છે. ગૃહમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, “આજનો દિવસ આપણા બધા માટે, ખાસ કરીને ઓડિશાનાં આપણા ભાઇઓ-બહેનો અને ભગવાન જગન્નાથના ભક્તો માટે એક શુભ દિવસ છે. રથયાત્રાને સુપ્રીમ કોર્ટની મંજૂરી મળવાથી સમગ્ર દેશમાં આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહનો માહોલ છે. જય જગન્નાથ.

અમિત શાહે ટ્વીટ મારફતે ઉમેર્યું હતું કે, આ મારી સાથોસાથ દેશભરના કરોડો શ્રદ્વાળુઓ માટે પણ હર્ષની વાત છે કે પીએમ મોદીજી એ ફક્ત શ્રદ્વાળુઓની ભાવનાને સમજી જ નથી પણ આ મામલામાં સકારાત્મક ઉપાય નીકળે તે માટે ત્વરિત પ્રયત્નો શરૂ કર્યા હતા. જેનાથી આપણી મહાન પરંપરા યથાવત્ રહી.

અમિત શાહે લખ્યું કે મામલાની ગંભીરતા અને મહત્વ જોતા કેસને સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ સામે રાખ્યો હતો. બપોર પછી તેને સુનાવણી થઈ હતી અને આ સુખદ નિર્ણય આપણા બધાની સામે આવ્યો છે. ઓડિશાના લોકોને ઘણા-ઘણા અભિનંદન. જય જગન્નાથ.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.