- અયોધ્યામાં આજે રચાયો ઈતિહાસ
- મહાયજ્ઞની પૂર્ણાહૂતિ
- પીએમ મોદીએ રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યુ
- વડાપ્રધાન મોદી એ રામ મંદિરનો કર્યો શિલાન્યાસ
- 9 ચાંદીની ઈંટો મંદિરના પાયામાં રાખવામાં આવી
સદીઓની પ્રતિક્ષા બાદ હવે રામની નગરી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો પ્રારંભ થઇ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધિવત ભૂમિ પૂજન બાદ રામ મંદિરની આધારશીલા મૂકી. રામ મંદિર શિલાન્યાસ સમારોહનું શુભ મુહૂર્ત 32 સેકન્ડનું હતું. શુભ મુહૂર્તમાં પીએમ મોદીએ મંદિર માટે પહેલી ઇંટ મૂકી. આધારશિલા મૂક્યા બાદ પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધિત કર્યા.
પીએમ મોદીએ શુભ મહૂર્ત પ્રમાણે મંદિર નિર્માણ માટેની પ્રથમ શીલા રાખીને પ્રણામ કર્યા હતા તેમજ ચાંદીની 9 શિલાઓનું પૂજન કરીને તેની સાથો સાથ 9 શીલાઓના માધ્યમથી મંદિરનો પાયો નાંખ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમ વિધિવત પુરો થતા પીએમ મોદીએ દેશની જનતાને સંબોધિત કરી હતી, પીએમ મોદીએ કહ્યું કે, “રામ દરેક જગ્યાએ છે,ભારતના દર્શન-આસ્થા-આદર્શ અને દિવ્યતામાં રામનો વાસ છે,તુલસીના રામમાં સગુણ રામ છે,નાનક-તુલસીના રામ નિગુણ રામ છે,ભગવાન બુદ્ધ-જૈન ધર્મ સાથે પણ રામ ભગવાન જોડાયેલા છે,તમિલમાં પણ રામાયણ છે,કાશ્મીર,તેલુગુ તથા કન્નડમાં ભગવાન રામને સમજવાના અલગ અલગ રુપ છે,
#WATCH live: PM Narendra Modi in Ayodhya for #RamTemple foundation stone laying ceremony. https://t.co/yo5LpodbSz
— ANI (@ANI) August 5, 2020
આજે અયોધ્યામાં ઐતિહાસિક દિવસ છે.ભગવાન રામના મંદિર નિર્માણ માટે પીએમ મોદીના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, આ પહેલા દેશના પીએમ મોદીએ રામલલ્લાની પૂજા કરી હતી આ દરમિયાન સમગ્ર દેશએ આ ઐતિહાસિક ઘટનાને નિહાળી હતી,સમગ્ર દેશવાસીઓ સહિત અયોધ્યા નગરીના લોકો પણ રામલલ્લાની પૂજામાં લીન બન્યા હતા અને ભૂમિ પૂજનના આ કાર્યક્રમમાં ભક્તિ ભાવથી જોડાયા હતા.
વાંચો સમગ્ર કાર્યક્રમની પળેપળની અપડેટ્સ
પીએમ મોદીએ ડાક ટિકિટ જારી કરી. આ પ્રસંગે સીએમ યોગી આદીત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પીએમ મોદીના સંબોધનના અંશો
પીએમ મોદીએ કહ્યું કે ,”રામ દરેક જગ્યાએ છે, રામ દરેક વ્યક્તિમાં છે, વિશ્વની સૌથી વધુ મુસ્લિમ જનસંખ્યા ઈન્ડોનેશિયામાં છે, ત્યા પણ રામાયણના પાઠ થાય છે,પીએમ મોદીએ જણાવ્યું કે, કંબોડિયા, શ્રીલંકા, ચીન, ઈરાન, નેપાળ સહિત સમગ્ર વિશ્વમાં રામનું નામ લેવામાં આવે છે.અયોધ્યામાં બનનાર રામ મંદિર ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવશે, અનંતકાળ સુધી માનવતાને પ્રેરણા આપશે. પીએમ મોદીએ કહ્યું , કે દરેકના રામ, બધામાં જ રામ અને જય સિયા રામ, દેશમાં જ્યા પણ ભગવાન રામના ચરણ પડ્યા છે ત્યાં રામ સર્કિટ બનાવવામાં આવી રહી છે”.
પીએમ મોદીએ વધુમાં ઉમેર્યુ હતું કે,” શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શ્રી રામ જેવા કોઈ શાસક સમગ્ર પૃથ્વી પર થયા નથી, કોઈ પણ દુખી ન હોય, કોઈ ગરીબ ન હોવું જોઈએ, પુરુષ અને સ્ત્રી સમાન રીતે સુખી હોવા જોઈએ, પીએમ મોદીએ કહ્યું કે રામનો આદેશ છે કે, બાળકો, વૃદ્ધો અને વૈદ્યોનું રક્ષણ કરવું જોઈએ આજ વાત આપણાને મહામારી કોરોનાએ પણ શીખવી છે, તે સાથે જ આપણી માતૃભૂમિ સ્વર્ગ કરતાં વિશેષ છે, આપણો દેશ જેટલો શક્તિશાળી હશે તેટલી જ શાંતિ જળવાઈ રહેશ, રામની આ નીતિ અને પ્રથા સદીઓથી ભારતને માર્ગદર્શન આપે છે, મહાત્મા ગાંધીએ રામ રાજ્યનું સપનું જોયું હતું. રામ સમય, સ્થળ અને સંજોગો અનુસાર બોલે છે અને વિચારે છે. રામ પરિવર્તન-આધુનિકતાના પક્ષકાર છે”
દેશના ગૃહમંત્રી અમિત શાહએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ બાબતે ટ્વિટર પર ટ્વિટ કરીને પીએમ મોદીનો આભાર માન્યો હતો,ઉલ્લેખનીય છે કે તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યા નહોતા.તેમણે કહ્યું કે,અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ સદિયોથી દુનિયાભરના હિન્દુઓની આસ્થાઓનું પ્રતિક રહ્યું છે,
अयोध्याजी में राम मंदिर निर्माण सदियों से दुनिया भर के हिंदुओं की आस्था का प्रतीक रहा है।
आज पीएम @NarendraModi और श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ने राम मंदिर का भूमिपूजन करके करोड़ों लोगों की आस्था को सम्मान देने का काम किया है, इसके लिए मैं उनका हृदय से आभार व्यक्त करता हूँ।
— Amit Shah (@AmitShah) August 5, 2020
#WATCH live: PM Narendra Modi in Ayodhya for #RamTemple foundation stone laying ceremony. https://t.co/yo5LpodbSz
— ANI (@ANI) August 5, 2020
श्रीराम जन्मभूमि मंदिर हेतु भूमिपूजन एवं कार्यारम्भ कार्यक्रम में आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के साथ मुख्यमंत्री श्री @myogiadityanath जी… निवेदक : श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र… https://t.co/i1GxglSkgl
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) August 5, 2020
#WATCH live: PM Narendra Modi in Ayodhya for #RamTemple foundation stone laying ceremony. https://t.co/yo5LpodbSz
— ANI (@ANI) August 5, 2020
#WATCH Prime Minister Narendra Modi performs 'Bhoomi Pujan' at Ram Janambhoomi site in #Ayodhya pic.twitter.com/7hl3KLggMi
— ANI (@ANI) August 5, 2020
આજે અયોધ્યામાં ઐતિહાસિક દિવસ છે. રામ મંદિરના ભૂમિ પૂજન માટે અયોધ્યા તૈયાર છે. સવારે 11.30 કલાકે વડાપ્રધાન મોદી અયોધ્યા આવી પહોંચ્યા હતા. ભૂમિ પૂજનનું શુભ મુહૂર્ત બપોરે 12:44 કલાકનું રહ્યું હતું. ભૂમિ પૂજનના કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થાની કમાન એસપીજીને સોંપાઇ છે. આ સાથે જ હાલ પીએમ મોદી હનુમાનગઢી મંદિરમાં પૂજા કરીને ભૂમિ પૂજન સ્થળ પર હાજરી આપી હતી.
દેશના પીએમ મોદી અયોધ્યા ખાતે આવી પહોચ્યા, હવે થોડી જ વારમાં ભૂમિ પૂજનના કાર્યક્રમાં થશે ઉપસ્થિત, હેલિપેડથી પીએમ મોદી સીધા હનુમાનગઢી મંદિર પહોંચ્યા હતા, અહી પૂજા કર્યા બાદ તેઓ ભૂમિ પૂજન સ્થળ પર જવા રવાના થશે. આ સાથે જ અનેક સંત મહાનુભાવો પણ ભૂમિ પૂજન સ્થળ પર આવી પહોંચ્યા છે, અહી સંતોની બેઠક વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થયેલું જોવા મળી રહ્યું છે. કોરોના કાળને લઈને અનેક પ્રકારની કાળજી લેવામાં આવી રહી છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસ ભૂમિ પૂજનના સ્થળ જોવા મળ્યા છે. ચાંદીની શીલા સાથે તેઓ રામ મંદિર ભૂમિ પૂજનના કાર્યક્રમમાં હાજર રહ્યા છે, આ ચાંદીની શિલા દ્વારા શિલાન્યાસ કરવામાં આવશે.
Prime Minister Narendra Modi leaves for #Ayodhya to take part in #RamTemple event.
(Photo source: PMO) pic.twitter.com/VU9uGmzdJB
— ANI (@ANI) August 5, 2020
ભૂમિ પૂજન ના કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથિ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત, રામ જન્મભૂમિ મંદિર ના ભૂમિ પૂજન કાર્યક્રમમાં બાબરી મસ્જિદમાં પક્ષકાર રહેલા ઈકબાલ અન્સારી પણ હાજર રહ્યા છે. તે ઉપરાંત અવધેશાનંદ, સ્વામી રામદેવ, ચિદાનંદ મુનિ, રાઘવાચાર્ય સહિતના અતિથિઓ ઉપસ્થિત રહીને આ ઐતિહાસિક કાર્યક્રમના સાક્ષી બનશે.
अयोध्या: उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ राम जन्मभूमि स्थल पहुंचे। pic.twitter.com/FrzQQii00r
— ANI_HindiNews (@AHindinews) August 5, 2020
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદીત્યનાથનું રામ નગરી અયોધ્યા ખાતે આગમન થયુ હતું, આ સાથે જ દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી પણ થોડા સમયમાં અહીં આગમન કરશે. હાલ અયોધ્યામાં પૂજાનો આરંભ થઈ ચૂક્યો છે, અહીં સવારે રામલલ્લા દર્શન પણ થય છે. રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉમા ભારતી સહીતના કેટલાક અગ્રણી નેતાઓ અયોધ્યાના ભૂમિ પૂજન સ્થળ પર મહેમાન તરીકે આવી પહોંચ્યા હતા.
પીએમ મોદી લખનૌ આવી પહોચ્યા, થોડી જ મિનિટો બાદ તેઓ અયોધ્યાની પાવન ભૂમિ પર રામ મંદિર નિર્માણના ભૂમિ પૂજનના કાર્યક્રમનો ભાગ બનશે, સમગ્ર દેશવાસીઓ આ ઐતિહાસિક ક્ષણને નિહાળવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે,
Prime Minister Narendra Modi arrives in Ayodhya for foundation stone-laying of #RamTemple, received by Chief Minister Yogi Adityanath and others.
Social distancing norms followed by those present to receive the Prime Minister. pic.twitter.com/DvJbIlDLRb
— ANI (@ANI) August 5, 2020