1. Home
  2. revoinews
  3. પ્રત્યેક ઘરે LPG કનેક્શન ધરાવતું હિમાચલ પ્રદેશ દેશનું પ્રથમ રાજ્ય બન્યું
પ્રત્યેક ઘરે LPG કનેક્શન ધરાવતું હિમાચલ પ્રદેશ દેશનું પ્રથમ રાજ્ય બન્યું

પ્રત્યેક ઘરે LPG કનેક્શન ધરાવતું હિમાચલ પ્રદેશ દેશનું પ્રથમ રાજ્ય બન્યું

0
  • દરેક ઘરમાં એલપીજી કનેક્શન ધરાવતું હિમાચલ પ્રદેશ પહેલું રાજ્ય બન્યું
  • મુખ્યમંત્રી જયરામ ઠાકુરે વીડિયો કોન્ફરન્સિંગથી આપી આ માહિતી
  • પીએમ મોદીના કાર્યકાળ હેઠળ ઉજ્જવલા યોજનાથી આ શક્ય બન્યું: જયરામ ઠાકુર

હિમાચલ પ્રદેશ દેશનું પહેલું એવું રાજ્ય બની ચૂક્યું છે જ્યાં દરેક ઘરે LPG કનેક્શન પહોંચી ગયું છે. મુખ્યમંત્રી જય રામ ઠાકુરે સોમવારે વીડિયો કોન્ફરન્સ થકી આ માહિતી આપી હતી.

આ વિશે ટ્વીટના માધ્યમથી જણાવતા સીએમ જયરામ ઠાકુરે જણાવ્યું હતું કે ચૂલા માટે લાકડુ ભેગુ કરવા અને રાંધવાની ક્રિયા પીડાદાયક તો હતી જ, પરંતુ મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખતરનાક પણ હતી. ચૂલાપ્રથાથી જંગલોનો વિનાશ પણ થતો હતો. આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ તેમના વિતેલા કાર્યકાળ દરમિયાન ઉજ્જવલા યોજના ઘડી જે હેઠળ ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને નિ:શુલ્ક ગેસ કનેક્શન સુવિધા પૂરી પાડવામાં આવી.

હિમાચલ પ્રદેશ સીએમના જણાવ્યા મુજબ આ યોજનાથી પ્રદેશના 1.36 લાખ પરિવારો લાભાન્વિત થયા છે. પોતાના સંબોધનમાં હિમાચલ પ્રદેશ સીએમએ કોરોના મહામારીને લઇને મહિલાઓને અપીલ કરી હતી કે તેઓ અન્ય રાજ્યોમાંથી આવેલા હોમ કોરન્ટાઇન લોકો પર નજર રાખે, જેથી કોરન્ટાઇન નિયમોનુ ઉલ્લંઘન ન થાય. 

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.