- કોરોનાના સંકટ વચ્ચે આજથી ચોમાસુ સત્રની થઇ શરૂઆત
- જનતા દળ યૂનાઇટેડના નેતા હરિવંશ સિંહ ફરીથી રાજ્યસભાના ઉપ-સભાપતિ તરીકે ચૂંટાયા
- જનતા દળ યૂનાઇડેટના નેતા હરિવંશ સિંહે આરજેડીના સાંસદ મનોજ ઝાને હરાવ્યા
કોરોનાના સંકટ વચ્ચે આજે ચોમાસુ સત્રની શરૂઆત થઇ હતી. ચોમાસુ સત્રના પહેલા જ દિવસે એનડીએ રાજ્યસભામાં પોતાની તાકાત દર્શાવવામાં સફળ રહી છે અને વિરોધી પક્ષના ઉમેદવારને હરાવતા રાજ્યસભાના પદ પર ફરીથી કબજો કર્યો છે. જનતા દળ યૂનાઇટેડના નેતા હરિવંશ સિંહ ફરીથી રાજ્યસભાના ઉપ-સભાપતિ તરીકે ચૂંટાયા છે. જનતા દળ યૂનાઇટેડના નેતા હરિવંશ સિંહે વિરોધ પક્ષ તરફથી આરજેડીના ઉમેદવાર અને સાંસદ મનોજ ઝાને હરાવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઉપસભાપતિની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઇ તો જેપી નડ્ડા, નરેન્દ્રસિંહ તોમર અને નરેશ ગુજરાલે હરિવંશના સમર્થનમાં પ્રસ્તાવ રાખ્યો જ્યારે કોંગ્રેસ નેતા આનંદ શર્મા, ગુલાબ નબી આઝાદ, ત્રિચિ શિવાએ મનોજ ઝાના સમર્થનમાં પ્રસ્તાવ રાખ્યો
આ પહેલા NDA તરફથી JDU સાંસદ હરિવંશ સિંહે ગત અઠવાડિયે બુધવારે પોતાનું નોમિનેશન કર્યું હતું જ્યારે મનોજ ઝાએ શુક્રવારે નોમિનેશન ભર્યું હતું. બિહારની રાજનીતિના સારી રીતે જાણતા હરિવંશ પત્રકાર પણ રહી ચુક્યા છે.
જ્યારે મનોજ ઝા દિલ્હી યુનિવર્સિટીના સામાજિક કાર્ય વિભાગમાં પ્રોફેસર છે. તેઓ RJDના રાજ્યસભાના સાંસદ હોવાની સાથે-સાથે પાર્ટી પ્રવક્તા પણ છે.
હરિવંશ સિંહની જીત પર પીએમ મોદીએ શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, “હરિવંશજીને જીતની શુભકામના આપવા માંગું છું. પત્રકાર અને સામાજીક કાર્યકર્તાના રૂપમાં તેમણે ઘણાં માટે કામ કર્યું છે. અમે દરેક ગૃહની કાર્યવાહીના સંચાલનની રીત જોઇ છે. આ વખતે સંસદ એવી પરિસ્થિતિમાં બોલાવવામાં આવી છે જે પહેલા ક્યારેય નહોતી જોવા મળી. એ સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે સુરક્ષા સંબંધી દરેક સાવધાનીઓનો ખ્યાલ રાખવામાં આવે. હરિવંશે વિષ્પક્ષ રીતે કાર્યવાહીનું સંચાલન કર્યું છે. તેઓ એક શાનદાર અંપાયર રહ્યાં છે અને આવનારા સમયમાં પણ એવા જ રહેશે. તેઓ પોતાના કર્તવ્યોને નિભાવવા માટે હંમેશા મહેનતી રહ્યાં છે
કોણ છે હરિવંશ સિંહ?
રાજ્યસભાના સાંસદ બન્યા પહેલાં હરિવંશ નારાયણ સિંહની ઓળખ એક પત્રકાર તરીકે થઈ રહી છે. હરિવંશનો જન્મ જયપ્રકાશ નારાયણના ગામ સિતાબમાં થયો હતો. તે શરૂઆતથી જ સમાજવાદી વિચારધારાના રૂપમાં ઓળખાતા હતા. વારાણસીમાં શિક્ષણ મેળતા હતા એ દરમિયાન જ હરિવંશ સિંહ જેપી આંદોલન સાથે જોડાય ગયા હતા.
(સંકેત)