Site icon hindi.revoi.in

સરકારે ઇન્ટરનેશનલ પેસેન્જર્સ માટે નવા નિયમો જારી કર્યા, એરપોર્ટ પર જ કરાશે કોરોના ટેસ્ટ

Social Share

ઇન્ટરનેશનલ પેસેન્જર્સ માટે સરકારે નવા નિયમો જાહેર કર્યા છે. સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પૂરીએ નવી ગાઇડલાઇન જારી કરી ઇન્ટરનેશનલ પેસેન્જર્સનો એરપોર્ટ પર કોરોનાનો ટેસ્ટ કરવાનો નિયમ જાહેર કર્યો છે. હવે ઇન્ટરનેશનલ પેસેન્જર્સનું એરપોર્ટની અંદર જ કોરોનાનું RT-PCR ટેસ્ટ કરવામાં આવશે.

દિલ્હી, મુંબઇ, કોલકાત્તા, બેંગ્લોર જેવા એરપોર્ટ મેનેજમેન્ટને એવી સત્તા આપવામાં આવી રહી છે કે તેઓ ઇન્ટરનેશનલ પેસેન્જર્સનો એરપોર્ટ પર જ કોરોનાનો ટેસ્ટ કરે, જો તેઓ ત્યાંથી કોઇ અન્ય ડોમેસ્ટિક રૂટ પર જતા હોય તો પણ RT-PCR ટેસ્ટ કરવો પડશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, હાલ પાયલોટ પ્રોજેક્ટના આધારે આ નિયમને લાગૂ કરવામાં આવશે. પાયલોટ પ્રોજેક્ટ બાદ તેને તમામ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ પેસેન્જરોની માટે લાગુ કરવામાં આવી શકે છે. આ નિયમ લાગુ થયા બાદ ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરેન્ટાઇનની શરત સમાપ્ત થઇ જશે.

RT-PCR નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ જરૂરી

હાલના નિયમ મુજબ જો કોઇ પેસેન્જર લંડન – મુંબઇ – અમદાવાદ ફ્લાઇટની માટે ટિકિટ કરાવે છે તો પ્રથમ લંડનથી ઉડાન ભર્યા બાદ તે મુંબઇ પહોંચશે, તે એ ફ્લાઇટથી ત્યારે જ અમદાવાદ જઇ શકશે જ્યારે તેની પાસે RT-PCR નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ હશે. આ રિપોર્ટ લંડનથી ઉડાન ભર્યાના વધુમાં વધુ 96 કલાક પહેલાનો હોવો જોઇએ.

મહત્વનું છે કે, જો ઇન્ટરનેશનલ પેસેન્જરની પાસે આ નેગેટિવ રિપોર્ટ નથી તો પહેલા મુંબઇમાં તેને ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવશે. જે હેઠળ તેણે હોટેલમાં રોકાવવું પડશે અને બીએમસી તરફથી તેનો ટેસ્ટ કરવામાં આવશે. આ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેને આગળ પ્રવાસ કરવાની મંજૂરી અપાશે.

(સંકેત)

Exit mobile version