1. Home
  2. revoinews
  3. GTU એ પ્રવેશ પ્રક્રિયા કરી શરૂ, AICTE ઑક્ટોબરથી વિદ્યાર્થીઓને ફાળવશે બેઠક
GTU એ પ્રવેશ પ્રક્રિયા કરી શરૂ, AICTE ઑક્ટોબરથી વિદ્યાર્થીઓને ફાળવશે બેઠક

GTU એ પ્રવેશ પ્રક્રિયા કરી શરૂ, AICTE ઑક્ટોબરથી વિદ્યાર્થીઓને ફાળવશે બેઠક

0
  • કોરોના સંકટ વચ્ચે જીટીયુએ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી
  • AICTE પણ MBA, MCA માટે 5 ઑક્ટોબરથી પ્રવેશ પ્રક્રિયા કરશે શરૂ
  • બે રાઉન્ડ બાદ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને બાકી બેઠકો ભરવાની છૂટ અપાશે

કોરોના સંકટ વચ્ચે હાલમાં કોલેજોના પરિણામ, વિદ્યાર્થીઓની પરીક્ષા અને યુનિવર્સિટીઓમાં પ્રવેશનો દોર ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની પ્રવેશ સમિતિ (A.P.C.P) દ્વારા એન્જિનિયરિંગ સહિતની વિદ્યાશાખામાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

જીટીયુ બાદ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) એ એન્જિનિયરિંગ સહિત માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને માસ્ટર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનની પ્રવેશની કાર્યવાહી 5 ઑક્ટોબરથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં બે રાઉન્ડ બાદ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને બાકી બેઠકો ભરવાની છૂટ અપાશે.

AICTE દ્વારા ગુજરાત સહિત દેશભરમાં ડિગ્રી-ડિપ્લોમા, MBA, MCAએ અને આર્કિટેકની પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તા.5 ઓક્ટોબરથી શરૂ કરવાનું જાહેર કર્યું છે.

નોંધનીય છે કે, કોરોના વાયરસને પગલે સંક્રમણ વધતા ડિગ્રી-ડિપ્લોમાની પ્રવેશ પ્રક્રિયા આ વખતે મોડી શરૂ થવાની છે. ખાસ કરીને વિદ્યાર્થીઓમાં સંક્રમણ ના ફેલાય તે માટે પ્રવેશ પ્રક્રિયા મોડુ શરૂ કરવાનું નક્કી કરાયું છે. AICTE ડિગ્રી-ડિપ્લોમા, MBA, MCA અને આર્કિટેક ફેકલ્ટી માટે પ્રવેશ પ્રક્રિયા 5 ઑક્ટોબરથી શરૂ કરશે. ત્યારબાદ તા.15 ઓક્ટોબરથી બીજો રાઉન્ડ થશે. ત્યારબાદ 20 ઓક્ટોબરથી પ્રથમ બે પ્રવેશ રાઉન્ડ બાદ ખાલી પડેલી બેઠકો સીધી જ કોલેજોને આપી દેવામાં આવશે, જેમાં જે તે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો બારોબાર પ્રવેશ આપશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.