Site icon hindi.revoi.in

કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, રાજ્યોને GST વળતર પૂરું ચૂકવશે

The Minister of State for Commerce & Industry (Independent Charge), Smt. Nirmala Sitharaman addressing a press conference, in New Delhi on October 14, 2016.

Social Share

કેન્દ્ર સરકાર રાજ્યોને તમામ બાકી જીએસટી વળતર ચૂકવી દેશે. નાણા મંત્રાલયના સૂત્રોના હવાલાથી આ સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. GST વળતરને લઇને અફવાઓ પર સ્પષ્ટતા કરવામાં આવી છે કે જીએસટી વળતરનું નુકસાન કોરોના વાયરસને કારણે હોય કે પછી જીએસટી લાગુ કરવાથી હોય, પરંતુ વળતર ચૂકવવાથી કેન્દ્રએ ક્યારેય હાથ પાછળ નથી ખેંચ્યા.

કેન્દ્ર સરકાર પૂરા 2.35 લાખ કરોડ રૂપિયાથી રાજ્યોના જીએસટી વળતરની ભરપાઇ કરશે. જીએસટીના સંગ્રહમાં ઘટાડો નોંધાયો છે તેમ છત્તાં રાજ્યોને પૂરું વળતર ચૂકવવામાં આવશે. એક એવી અફવા હતી કે કેન્દ્ર પોતાની પ્રતિબદ્વતાનું સન્માન નથી કરી રહી જે બાબત બિલકુલ ખોટી છે અને બિનજરૂરી ભ્રમ ઊભો કરવામાં આવ્યો છે.

કેન્દ્રના ગણિતના હિસાબથી આ રકમમાંથી લગભગ 97,000 કરોડ રૂપિયા જ રકમ છે જેનું નુકસાન જીએસટીના અમલના કારણે થયું જ્યારે બાકી 1.38 લાખ કરોડ રૂપિયાનું નુકસાન કોવિડ-19ના પ્રભાવના કારણે થયું.

કેન્દ્ર સરકારે જીએસટી રાજસ્વની ભરપાઈ માટે રાજ્યોની સમક્ષ ગત મહિને બે વિકલ્પ મૂક્યા હતા. એક વિકલ્પ એવો આપવામાં આવ્યો હતો કે રાજ્ય જીએસટી ક્ષતિપૂર્તિના 97,000 કરોડ રૂપિયા રિઝર્વ બેન્ક દ્વારા ઉપલબ્ધ કરાવાની વિશેષ વિન્ડો સુવિધાથી ઉધાર લઈને પૂરી કરી લે અને બીજો વિકલ્પ એ આપ્યો કે રાજ્ય 2.35 લાખ કરોડ રૂપિયાની રકમ બજારમાંથી એકત્ર કરે. આ ઉધારને ચૂકવવા માટે જીએસટી ક્ષતિપૂર્તિ ઉપકરને 2022 બાદ પણ ચાલુ રાખી શકાશે.

(સંકેત)

Exit mobile version