Site icon hindi.revoi.in

લશ્કરમાં મહિલા અધિકારીના સ્થાયી કમિશન માટે રક્ષા મંત્રાલયની લીલી ઝંડી

Social Share

છેલ્લા ઘણા સમયથી ભારતીય લશ્કરમાં મહિલા અધિકારીને સ્થાયી કમિશનનો લાભ આપવાની માંગ હતી જે હવે પૂરી થઇ છે. ભારતીય લશ્કરમાં હવે મહિલા અધિકારીને સ્થાયી કમિશનનો લાભ આપવા કેન્દ્રીય રક્ષા મંત્રાલયે સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. હવે લશ્કરમાં વિવિધ ટોચના પદ પર મહિલા અધિકારી તૈનાત થઇ શકશે.

હવેથી લશ્કરમાં નીચેના સ્થાનમાં મહિલા અધિકારીઓની સ્થાયી કમિશન પ્રાપ્ત થશે

કેન્દ્રના આ આદેશ બાદ હવે ટૂંક સમયમાં જ સ્થાયી કમિશન સિલેક્શન બોર્ડ દ્વારા મહિલા અધિકારીઓની ભરતી પ્રક્રિયા શરૂ કરાશે. લશ્કરના વડામથક દ્વારા આ માટે કેટલાક પગલાં લેવાયા છે. સિલેકશન બોર્ડ દ્વારા તમામ એસએસસી મહિલાઓ તરફથી ઓપ્શન્સ અને તમામ દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ કરી દેવાશે અને કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

ભારતીય લશ્કરે પણ નિવેદન જાહેર કર્યું હતું. નિવેદનમાં કહેવાયું છે કે આર્મી દેશની તમામ મહિલા અધિકારીઓને દેશની સેવા કરવાનો અવસર પૂરો પાડે છે.

મહત્વનું છે કે સ્થાયી કમિશનને લઈને લાંબા સમયથી માગણી કરવામાં આવી રહી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં સુનાવણી કરી હતી, સર્વોચ્ચ ન્યાયાલયે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે આ કમિશન રચવા ત્રણ મહિનાનો સમય કેન્દ્રને આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરીમાં સ્થાયી કમિશન અંગેન ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.

(સંકેત)

 

Exit mobile version