1. Home
  2. revoinews
  3. ગરીબોને હવે નવેમ્બર સુધી નિ:શુલ્ક અનાજ મળશે, ઘઉં-ચોખા ઉપરાંત આ વસ્તુ પણ મળશે
ગરીબોને હવે નવેમ્બર સુધી નિ:શુલ્ક અનાજ મળશે, ઘઉં-ચોખા ઉપરાંત આ વસ્તુ પણ મળશે

ગરીબોને હવે નવેમ્બર સુધી નિ:શુલ્ક અનાજ મળશે, ઘઉં-ચોખા ઉપરાંત આ વસ્તુ પણ મળશે

0
  • કોરોનાની મહામારી દરમિયાન ગરીબો અને જરૂરિયાતમંદોની હાલત કફોડી બની
  • વડાપ્રધાન મોદીએ પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના 5 મહિના લંબાવી
  • આ નિર્ણયથી દેશના 80 કરોડ ગરીબ લોકોને લાભ મળશે

કોરોનાની મહામારી દરમિયાન ખાસ કરીને ગરીબો અને જરૂરિયાતમંદોની હાલત કફોડી બની છે ત્યારે દેશમાં કોઇપણ વ્યક્તિ ભુખ્યું ના રહે તે માટે પીએમ મોદીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વડાપ્રધાને પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના વધુ 5 મહિના લંબાવવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણયથી દેશના 80 કરોડ ગરીબ લોકોને લાભ મળશે.

આજે રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, કોરોનાની મહામારી અને લોકડાઉનથી ગરીબ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તેમને આગામી સમયમાં પણ પુરતા પ્રમાણમાં અનાજ મળતું રહે તે માટે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને જુલાઇથી નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. આ પાંચ મહિનાઓમાં શ્રાવણ મહિનો, જન્માષ્ટમી, નવરાત્રી, દુર્ગાપૂજા અને છઠ્ઠ પૂજા જેવા તહેવારો આવી રહ્યા છે. તેથી આ સમયમાં જરૂરિયાત વધુ હોવાથી આ યોજનાને નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. આ દરમિયાન લોકોને વાજબી ભાવે અનાજ મળી રહે તે માટે આ યોજનાનો વિસ્તાર કરાયો છે.

વડાપ્રધાને કહ્યુ કે, મોદી સરકાર દર મહિને 5 કિગ્રા ઘઉં અથવા 5 કિગ્રા ચોખા મફત આપશે. આ ઉપરાંત હવેથી પ્રત્યેક પરિવારને દર મહિને 1 કિગ્રા ચણા પણ મફતમાં અપાશે.

સરકારે વધુ રૂ.90 હજાર કરોડનો ખર્ચ કરશે પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યુ કે, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું વધુ 5 મહિના માટે વિસ્તરણ કરવામાં આવતા તેની પાછળ 90 હજાર કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે. જો તેમાં પાછલા ત્રણ મહિનામાં ખર્ચ થયેલી રકમનો પણ ઉમેરો કરાય તો આ રકમ લગભગ દોઢ લાખ કરોડ રૂપિયાની આસપાસ થાય છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.