Site icon hindi.revoi.in

જમ્મૂ કાશ્મીર: સીમા પર વસવાટ કરતા લોકોને સરકારી નોકરીઓ-કોલેજ પ્રવેશમાં મળશે 4 ટકા અનામત

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

જમ્મૂ કાશ્મીરમાં પાકિસ્તાન સીમા પાસેના ગામોમાં વસવાટ કરતા નાગરિકો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે આ લોકોને સરકારી નોકરીઓ અને પ્રોફેશનલ કોલેજમાં પ્રવેશ માટે 4 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાત પાકિસ્તાન સાથે 192 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા ગામના નાગરિકો માટે કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આંતરરાષ્ટ્રીય સીમા પરના 508 ગામના આશરે 3 લાખથી વધુ લોકો ગત 70 વર્ષથી સરકારી નોકરીઓમાં અને કોલેજોમાં પ્રવેશને મુદ્દે અનામતની માંગ કરી રહ્યા હતા અને હવે સરકારે આ લોકોની માંગ પૂરી કરી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને જમ્મુ-કાશ્મીરના લોકોએ વધાવી લીધો છે.

આટલા ગામોના લોકોને મળશે અનામત

LoCના આધારે આ અનામત જમ્મૂના 293 ગામ, સામ્બાના 142 ગામ અને કઠુઆના 73 ગામોના નાગરિકોને મળવા પાત્ર થશે. તે ઉપરાંત કેન્દ્ર સરકારે પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોને સુરક્ષા આપવાના ઉદ્દેશથી 25 લાખના વીમાને મંજૂરી આપી છે.

(સંકેત)

 

 

Exit mobile version