1. Home
  2. revoinews
  3. હવે દરિયાકિનારે આવેલી દિવાદાંડી બનશે પર્યટન સ્થળ, સરકારે માસ્ટર પ્લાનની કરી સમીક્ષા
હવે દરિયાકિનારે આવેલી દિવાદાંડી બનશે પર્યટન સ્થળ, સરકારે માસ્ટર પ્લાનની કરી સમીક્ષા

હવે દરિયાકિનારે આવેલી દિવાદાંડી બનશે પર્યટન સ્થળ, સરકારે માસ્ટર પ્લાનની કરી સમીક્ષા

0
  • ભારતમાં આવેલા 194 લાઇટહાઉસના વિકાસ મુદ્દે યોજાઇ બેઠક
  • લાઇટહાઉસના વિકાસ કરવાથી પર્યટન સ્થળોને પણ વેગ મળશે
  • લાઇટહાઉસના ઇતિહાસને દર્શાવતું સંગ્રહાલય બનાવવા પર ભાર અપાયો

ભારતમાં મોટાભાગના લાઇટહાઉસને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા પર બહુ ધ્યાન નથી અપાતું પરંતુ રાજ્યકક્ષાના કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાએ આજે સમગ્ર ભારતમાં હાલમાં અસ્તિત્વમાં રહેલા અંદાજે 194 લાઇટહાઉસનો વિકાસ કરીને તેને મુખ્ય પર્યટનના આકર્ષણો બનાવવા સંબંધે ચર્ચા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. લાઇટહાઉસના વિકાસથી આસપાસમાં આવેલા પર્યટન સ્થળોએ મુલાકાતીઓ વધશે અને તેનાથી આપોઆપ પર્યટનને વેગ મળશે.

આ બેઠકમાં અધિકારીઓએ લાઇટહાઉસોને પર્યટનના સ્થળો તરીકે વિકસિત કરવા માટે વિગતવાર પ્લાન રજૂ કર્યો હતો. માંડવિયાએ 100 વર્ષથી જૂના લાઇટહાઉસની ઓળખ કરવાની કામગીરી અધિકારીઓને સોંપી હતી.  તે ઉપરાંત તેમણે લાઇટહાઉસના ઇતિહાસ અને તેની કામગીરી તેમજ લાઇટહાઉસના પરિચાલન માટે ઉપયોગમાં લેવામાં આવતા ઉપકરણો વગેરે અંગે માહિતીનું વર્ણન કરતા સંગ્રહાલયો તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો.

લાઇટહાઉસના વિકાસના માસ્ટર પ્લાનમાં મુખ્ય આકર્ષણોમાં માછલીઘર, સંગ્રહાલય, બાળકો માટે રમવાની જગ્યા, બગીચા અને જળાશયો વગેરે સામેલ કરવામાં આવ્યા છે.

મંત્રીએ ગુજરાતમાં ગોપનાથ, દ્વારકા અને વેરાવળ ખાતે લાઇટહાઉસને પર્યટન સ્થળ તરીકે વિકાસવવાની હાલમાં ચાલી રહેલી કામગીરીની સ્થિતિ અંગે પણ જાણકારી મેળવી હતી અને અધિકારીઓને વહેલી તકે આ પરિયોજના પર વિગતવાર પ્રેઝન્ટેશન તૈયાર કરવાની સૂચના આપી હતી.

(સંકેત)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.