Site icon Revoi.in

દેશમાં સ્કૂલો-કોલેજોને ખોલવાને લઇને સરકારે માર્ગદર્શિકા જાહેર કરી

Social Share

– સમગ્ર દેશમાં સ્કૂલ કોલેજોને ખોલવાને લઇને સરકારે ગાઇડલાઇન જાહેર કરી
– સ્થિતિનો તાગ મેળવ્યા બાદ સ્કૂલો-કોલેજોને ગ્રેડેડ રીતે ખોલવામાં આવી શકે
– ઓનલાઇન લર્નિંગને અત્યારે વધુ પ્રાથમિકતા આપવામાં આવશે

સમગ્ર દેશમાં કોરોનાના સંક્રમણને કારણે અનેક મહિનાઓથી સ્કૂલ-કૉલેજો બંધ છે. તેને ફરી શરૂ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. આ દરમિયાન ગૃહ મંત્રાલયએ અનલોક 5.0ની ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે. આ રિવાઇઝ્ડ ગાઇડલાઇન્સ હેઠળ સમગ્ર દેશમાં સ્કૂલોને 15 ઑક્ટોબરથી ગ્રેડેડ રીતે ખોલવામાં આવશે. સ્કૂલ અને કૉલેજોને ખોલવાનો નિર્ણય પરિસ્થિતિનું અનુમાન લગાવ્યા બાદ સ્કૂલ કે કૉલેજના મેનેજમેન્ટ સાથે મંત્રણા કરીને લેવામાં આવશે. મહત્વની વાત એ છે કે સ્કૂલમાં હાલમાં કોરોનાની પરિસ્થિતિને જોતા હાજરી અનિવાર્ય નહીં કરવામાં આવે.

આ છે ગાઇડલાઇન્સ

>> પરિસ્થિતિ વિશે તાગ મેળવ્યા બાદ સ્કૂલો અને કોચિંગ સેન્ટરોને ગ્રેડેડ રીતે 15 ઓક્ટોબરથી ખોલવામાં આવી શકાશે.
>> ઓનલાઇન લર્નિંગને પ્રાથમિકતા આપવામાં આવશે.>> બાળકોને શારીરિક રીતે સ્કૂલમાં ઉપસ્થિત રહેવા માટે દબાણ નહીં કરી શકાય. બાળકોને સ્કૂલ બોલાવવા માટે પેરેન્ટ્સની મંજૂરી લેવી જરૂરી હશે.
>> જો સ્કૂલ ઓનલાઇન ક્લાસિક લઈ રહી છે અને કોઈ સ્ટુડન્ટ સ્કૂલ આવવાને બદલે ઓનલાઇન ક્લાસમાં ભણવા માંગે છે તો સ્કૂલ તેને આવું કરવાની મંજૂરી આપશે.
>> રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી SOPને ધ્યાનમાં રાખીને જાતે પોતાની ગાઇડલાઇન્સ તૈયાર કરી શકે છે. પરંતુ તે ગાઇડલાઇન્સનું પાલન કેટલીક કડકાઈથી કરવું પડશે.
>> કન્ટેનમેન્ટ ઝોનમાં સ્કૂલો બંધ રહેશે.

સ્કૂલ ઉપરાંત કોલેજોને પણ ખોલવા માટે શિક્ષણ વિભાગના ઉચ્ચ શિક્ષણ વિભાગને તેના વિશે નિર્ણય લેવા માટે મંજૂરી આપવામાં આવી છે. ગ્રાઉન્ડ રિયાલિટીની તપાસ કર્યા બાદ કૉલેજોને ખોલવા અંગેનો નિર્ણય લેવામાં આવશે. કોલેજ અને સ્કૂલ બંને માટે ઓનલાઇન લર્નિંગ મોડને પ્રાથમિકતા આપવામાં આવશે.

(સંકેત)