
ગોવા: સપ્તાહના આ ત્રણ દિવસ રહેશે લોકડાઉન, 10 ઓગસ્ટ સુધી રાત્રે જનતા કર્ફ્યૂ
- કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને ગોવામાં લોકડાઉન લાગુ કરાયુ
- સપ્તાહમાં શુક્રવાર, શનિવાર અને રવિવારે રહેશે લોકડાઉન
- રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી જનતા કર્ફ્યૂ લાગુ રહેશે
દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપી ગતિએ વ્યાપક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને તેના કારણે અનેક રાજ્યોને ફરીથી લોકડાઉન લાગુ કરવાની ફરજ પડી છે. આ વચ્ચે ગોવાના સીએમ પ્રમોદ સાવંતે જાહેરાત કરી છે કે આ સપ્તાહમાં રાજ્યમાં શુક્રવાર, શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે. તે ઉપરાંત ગોવામાં આજથી 10 ઓગસ્ટ સુધી રાત્રીના 8થી સવારના 6 વાગ્યા સુધી જનતા કફર્યૂ લાગુ રહેશે.
લોકડાઉન દરમિયાન સેવાઓ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન માત્ર આવશ્યક એવી મેડિક્સ સેવાઓને છૂટ મળશે. આજથી જનતા કર્ફ્યૂ લાગુ રહેશે. આ સપ્તાહના શુક્રવાર, શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન લગાવાશે.
નોંધનીય છે કે, ગોવામાં કોરોના વાયરસના અત્યારસુધીમાં 2753 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. તે ઉપરાંત 18 લોકોના મોત થયા છે. કુલ પોઝિટિવ કેસોમાંથી 1128 એક્ટિવ કેસ છે અને 1607 દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે.
(સંકેત)