1. Home
  2. revoinews
  3. સારા સમાચાર! ગ્લેનમાર્ક ફાર્માએ કોરોનાની દવા કરી લૉન્ચ
સારા સમાચાર! ગ્લેનમાર્ક ફાર્માએ કોરોનાની દવા કરી લૉન્ચ

0
  • ભારતની ફાર્મા કંપની ગ્લેનમાર્ક એ ભારતીય બજારમાં લૉન્ચ કરી ફેવિપિરાવિર
  • કોરોનાથી સામાન્ય રીતે પીડિત દર્દીઓના ઇલાજ માટે દવા કરાઇ લૉન્ચ
  • DGCI એ દવાના ઉત્પાદન અને વેચાણ માટે આપી મંજૂરી

સમગ્ર વિશ્વમાં કોરોનાની સારવાર માટેની દવાઓ શોધાઇ રહી છે પરંતુ મોટા ભાગની દવાથી કોઇ ચોક્કસ પરિણામ પ્રાપ્ત થયું નથી ત્યારે હવે ભારતની ફાર્માસ્યૂટિકલ કંપની ગ્લેનમાર્ક ફાર્માએ કોરોનાથી સામાન્ય રીતે પીડિત દર્દીઓના ઇલાજ માટે એન્ટિવાયરલ દવા ફેવિપિરાવિરને ભારતીય બજારમાં લૉન્ચ કરી છે.

આ અંગે ગ્લેનમાર્ક ફાર્માના ચેરમેન અને મુખ્ય પ્રબંધ નિર્દેશક ગ્લેન સલ્દાન્હાએ જણાવ્યું છે કે આ મંજૂરી એવા સમયે મળી છે જ્યારે ભારતમાં કોરોના વાયરસના કેસોનું સંક્રમણ વધ્યું છે. અમને આશા છે કે ફેબિક્લૂ આ દવાના માધ્યમથી સંક્રમણને રોકવામાં મોટી સફળતા પ્રાપ્ત થશે.

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા દ્વારા પણ આવશ્યકતા પર વિચાર કરતા સ્થાનિક કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યૂટિકલ્સને ફેવિપિરાવિરની 200 એમજીની દવા બનાવવાની અને વેચવાની મંજૂરી આપવામાં આવી હતી.

સૂત્રોનુસાર કેટલીક શરતો સાથે ફેવિપિરાવિરના વપરાશની પરવાનગી આપવામાં આવી છે. જેમાં પ્રત્યેક દર્દી અથવા પરિવારજનો પાસેથી દવાના ઉપયોગ પહેલાં લેખિત પરવાનગી લેવામાં આવશે. દવાના ઉપયોગ દરમિયાન પ્રથમ 1000 દર્દીઓ પર પ્રયોગ કરતા સમયે ખૂબજ આકરી નજર રાખવામાં આવશે. જો કે ફેવિપિરાવિર પર હજુ પ્રયોગો સક્રિય જ છે પરંતુ આ દવાના પરિણામો સકારાત્મક રહ્યા હોવાથી DGCI એ તેના વપરાશની મંજૂરી આપી દીધી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.