- ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાનની દિશામાં ગોવા સરકાર
- ગોવાના પણજીમાં શોપ વિથ યોર વેસ્ટ કેમ્પેઇનનો નવતર પ્રયોગ
- અહીંયા સુકા કચરાના બદલામાં તમને જરૂરી ચીજવસ્તુ નિ:શુલ્ક અપાશે
ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાનના દિશામાં દેશના અનેક રાજ્યો કાર્યરત છે ત્યારે હવે ગોવાની રાજધાની પણજીમાં નગર નિગમ 2 ઑક્ટોબરથી ‘શોપ વિથ યોર વેસ્ટ કેમ્પેઇન’ શરૂ કરશે. આ અંતર્ગત લોકોને સુકા કચરાની જગ્યાએ જરૂરી ચીજવસ્તુઓમાં આપવામાં આવશે. એટલે કે કોઇપણ પ્રકારની કિંમત લીધા વગર જરૂર વસ્તુ અપાશે. આ વસ્તુ લેવા માટે તમારે ફક્ત સુક્કો કચરો આપવાનો રહેશે.
આ અંગે જાણકારી આપતા પણજી નગર નિગમના અધિકક્ષ સંજીથ રોડ્રીગ્સે જણાવ્યું હતું કે, ગાંધી જયંતિ અને સ્વચ્છ ભારત અભિયાનની છઠ્ઠી વર્ષગાંઠ પર તેને શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને જર્મન સરકાર વિકાસન નિગમ અને થિંક ટેંક ઉર્જા તથા સંસાધન સંસ્થા દ્વારા કાર્યાન્વિત કરવામાં આવશે.
આ અભિયાન વિશે નગર નિગમના પ્રમુખે જણાવ્યું હતું કે, આ યોજના ફક્ત પણજીના દુકાનદારો માટે છે. આ અભિયાનને 21મી સદીના પોલિમર પ્રાઇવેટ લિમિટેડના સમર્થન દ્વારા ચલાવવામાં આવશે. જેને તેઓ મોટે પાયે રિસાઇકલર્સના ખરીદદાર છે.
નોંધનીય છે કે, લોકોને સામાન લેવા માટે ફરી વાર ઉપયોગમાં લઇ શકાય તેવો કચરો ઘરેથી લાવવાનો રહેશે. જેમ કે દૂધના ખાલી પેકેટ, કાર્ડબોર્ડ, તૂટેલી બોટલ, આ સામાનના બદલામાં આપને બ્રેડ, દૂધ, ઇંડા, ચોખા, દાળ વગેરે મળશે.
(સંકેત)