1. Home
  2. revoinews
  3. જુલાઇના પ્રારંભથી જ જનતાને મોટો આંચકો, LPG સિલિન્ડરના ભાવ આટલા વધ્યા
જુલાઇના પ્રારંભથી જ જનતાને મોટો આંચકો, LPG સિલિન્ડરના ભાવ આટલા વધ્યા

જુલાઇના પ્રારંભથી જ જનતાને મોટો આંચકો, LPG સિલિન્ડરના ભાવ આટલા વધ્યા

0
  • જુલાઇ મહિના બેસતા જ જનતાને મોટો આંચકો
  • LPG રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં વધારો
  • દિલ્હી, કોલકાતા, મુંબઇ, ચેન્નાઇમાં ભાવ વધ્યો

બુધવારથી જુલાઇ મહિનાનો પ્રારંભ થયો છે ત્યારે બીજી તરફ જુલાઇ મહિનો બેસતા જ જનતાને મોટો આંચકો લાગ્યો છે. દેશની ઑઇલ માર્કેટિંગ કંપનીઓએ સબ્સિડી વગરના LPG રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. 14.2 કિલોગ્રામ વાળા સબ્સિડી વગરના એલપીજી સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 1 રૂપિયો પ્રતિ સિલિન્ડર મોંઘો થયો છે. હવે નવો ભાવ વધીને 594 રૂપિયા થઇ ગયો છે.

દિલ્હી ઉપરાંત અન્ય શહેરોમાં પણ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થઇ ગયો છે. કોલકાતામાં 4 રૂપિયા, મુંબઇમાં 3.50 રૂપિયા અને ચેન્નાઇમાં 4 રૂપિયા ભાવ વધ્યો છે. જો કે બીજી તરફ 19 કિલોગ્રામ વાળા સિલિન્ડરના ભાવોમાં ઘટાડો થયો છે. અગાઉ દિલ્હીમાં જૂન મહિના દરમિયાન 14.2 કિલોગ્રામવાળા સબ્સિડી વગરના એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 11.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર મોંઘો થયો હતો. બીજી તરફ, મે મહિનામાં ભાવ 162.50 રૂપિયાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો.

કોલકાતામાં 616 રૂપિયાથી વધીને 620.50 પ્રતિ 14.2 કિલોગ્રામ સિલિન્ડર થઈ ગયો છે. મુંબઈમાં 590 રૂપિયાથી વધીને 594 રૂપિયા અને ચેન્નઇમાં 606.50 રૂપિયાથી વધીને 610.50 રૂપિયા થઈ ગયો છે.

19 કિલોવાળા LPG ગેસ સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 1139.50 રૂપિયાથી ઘટીને 1135 રૂપિયા થઈ ગયો છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.