Site icon hindi.revoi.in

આજે ગાંધી જયંતિ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને PM મોદીએ રાષ્ટ્રપિતાને કર્યું નમન

Social Share

નવી દિલ્હી:  જીવનભર અહિંસાના સિદ્વાંતો પર ચાલનારા અને ભારતીય સ્વાધીનતા આંદોલનના પ્રરેતા એવા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીની આજે 151મી જન્મ જયંતિ છે. સમગ્ર દેશ આજે તેમની જન્મ જયંતિ ઉજવી રહ્યો છે. સત્યાગ્રહ અને અહિંસાના સિદ્વાંતો પર ચાલીને બાપુએ ભારતને આઝાદી અપાવવામાં અગત્યની ભૂમિકા નિભાવી હતી. તેમના આ સિદ્વાંતોએ સમગ્ર દુનિયામાં લોકોને નાગરિક અધિકારો અને સ્વતંત્રતા આંદોલન માટે પ્રેરિત કર્યા.

મહાત્મા ગાંધીની 151મી જન્મ જયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ તેમને નમન કર્યું અને દેશવાસીઓને બાપુના સિદ્વાંતો અને તેમના સત્ય અને અહિંસાના પથ પર ચાલવાનો ફરી સંકલ્પ લેવા માટે કહ્યું.

રાષ્ટ્રપિતાને નમન કરતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લખ્યું કે, આવો ગાંધી જયંતિના પુનીત અવસર પર આપણે સૌ પુન: સંકલ્પ લઇએ કે આપણે સત્ય અને અહિંસાના માર્ગનું અનુકરણ કરીને, રાષ્ટ્રના કલ્યાણ અને પ્રગતિ માટે હંમેશા સમર્પિત રહીશું અને એક સ્વચ્છ, સમૃદ્વ, સશક્ત તથા સમાવેશી ભારતનું નિર્માણ કરીને ગાંધીજીના સપનાને સાકાર કરીશું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લખ્યું કે, ગાંધી જયંતીએ કૃતણ રાષ્ટ્રની તરફથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધા-સુમન અર્પિત કરું છું. સત્ય, અહિંસા અને પ્રેમના તેમનો સંદેશ સમાજમાં સમરસતા અને સૌહાર્દનો સંચાર કરીને સમસ્ત વિશ્વના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરે છે. તેઓ સંપૂર્ણ માનવતાના પ્રેરણા-સ્ત્રોત છે.

પીએમ મોદીએ પણ મહાત્મા ગાંધીને યાદ કરતા કહ્યું  બાપુના જીવન અને મહાન વિચારોથી શીખવા માટે ઘણુ બધું છે. ગાંધી જયંતિના અવસરે વ્હાલા બાપુને નમન કરીએ છીએ. બાપુના આદર્શ સમૃદ્વ અને કરુણ ભારત નિર્માણમાં અમારું માર્ગદર્શન કરતા રહેશે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિના અવસર પર ગૃહ મંત્રી અમિત શાહે પણ ગાંધીજીને નમન કરતા કહ્યું કે, ગાંધીજીના અસાધારણ વ્યક્તિત્વ તથા સાધનાપૂર્ણ જીવને વિશ્વને શાંતિ, અહિંસા અને સદભાવનો માર્ગ દર્શાવ્યો. સ્વદેશીનો ઉપયોગ વધારવાના તેમના સ્વપ્નને પૂર્ણ કરવા માટે આજે સમગ્ર દેશ મોદીજીના આત્મનિર્ભર ભારતના સંકલ્પની સાથે સ્વદેશીને અપનાવી રહ્યા છે. ગાંધી જયંતી પર તેમને કોટિ કોટિ વંદન.

(સંકેત)

Exit mobile version