Site icon hindi.revoi.in

જી સી મુર્મુએ CAGના વડા તરીકેના શપથ ગ્રહણ કર્યા

Social Share

જમ્મૂ અને કાશ્મીરના પૂર્વ લેફ્ટનન્ટ ગર્વનર ગીરીશ ચંદ્ર મુર્મુએ શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં કમ્પટ્રોલ એન્ડ ઓડિટર જનરલ(કેગ)ના વડા તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા. અશોકા હોલમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારંભમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેદ તરીકે તેમને શપથ ગ્રહણ કરાવ્યા હતા.

મુર્મુ વર્ષ 1985 બેચના ગુજરાતના આઇએએસ કેડરના નિવૃત્ત અધિકારી છે અને તેઓ કેગના વડા તરીકે 20 નવેમ્બર 2024 સુધી કાર્યભાર સંભાળશે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા એક નિવેદનમાં આ માહિતી અપાઇ હતી.

કેગ પ્રાથમિક રીતે કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં જાહેર હિસાબોનું ઓડિટ કરવા માટે જવાબદાર હોય છે. કેગના અહેવાલો દેશના સાંસદ ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભા સમક્ષ રજૂ કરવામાં આવે છે.

(સંકેત)

 

Exit mobile version