Site icon Revoi.in

સ્વતંત્રતાના પર્વની ઉજવણી ટેક્નોલોજીના માધ્યમથી કરવી હિતાવહ – ગૃહ મંત્રાલય

Social Share

કોરોના મહામારી વચ્ચે આગામી મહિનામાં સ્વતંત્રતા દિવસ આવી રહ્યો છે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્વતંત્રતા દિવસ સાથે જોડાયેલી એડવાઇઝરી જાહેર કરી છે. આ એડવાઇઝરીને તમામ સરકારી ઓફિસ, રાજ્ય સરકાર અને રાજ્યપાલોને મોકલવામાં આવી છે. એડવાઇઝરીમાં સ્વતંત્રતા દિવસ પર સામૂહિક આયોજનો ના કરવાની સલાહ આપવામાં આવી છે. એડવાઇઝરીમાં કહેવાયું છે કે આઝાદીના પર્વની ઉજવણી કરવા માટે ટેક્નોલોજીના માધ્યમનો ઉપયોગ કરવામાં આવે.

ગૃહ મંત્રાલયે જાહેર કરેલી એડવાઇઝરીમાં કહેવાયું છે કે સંક્રમણને ધ્યાનમાં રાખીને ઘણા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. લોકોએ સામાજીક દૂરી, માસ્ક, સેનેટાઇઝેશન જેવા ઉપાયો અપનાવવા પડશે. ગૃહ અને આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલી માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. વેબ કાસ્ટથી સમાહોરનું સીધું પ્રસારણ થાય તે હિતાવહ છે.

ગૃહ મંત્રાલય દ્વારા રાજ્ય સરકારને એ પણ સલાહ આપવામાં આવી છે કે કાર્યક્રમ માટે કોરોના વોરિયર્સને આમંત્રિત કરો જેમાં ડોકટર્સ, અન્ય આરોગ્યકર્મીઓ અને સફાઇ કર્મીઓનો સમાવેશ થાય છે. આ કોરોન વોરિયર્સને કાર્યક્રમમાં સન્માનિત કરો. તે ઉપરાંત જે લોકોએ કોરોના જેવા પ્રાણઘાતક વાયરસને મ્હાત આપી છે તેવા લોકોને પણ બોલાવી શકાય છે.

(સંકેત)