Site icon Revoi.in

સૂર્યોદય પહેલા આકાશમાં 25 જુલાઇ સુધી માણો આ પાંચ ગ્રહોનો અદ્દભુત નજારો

Social Share

આપણું બ્રહ્માંડ અનેક રહસ્યોથી ભરપૂર છે અને સૂર્યમંડળમાં પણ અનેક ગ્રહો છે જે રહસ્યમય છે. સૂર્યમંડળના આ ગ્રહોને આમ તો નરી આંખે જોવા સંભવ નથી પરંતુ વર્તમાન સમયમાં તમને એ અવસર પ્રાપ્ત થઇ શકે છે.

અવકાશમાં એક અદ્દભૂત ઘટના બનવા દઇ રહી છે જેની કલ્પના માત્રથી ઉત્સાહિત થઇ જવાય છે. જેમાં રવિવાર સવારથી 25 જુલાઇ સુધી રોજ એક સાથે પાંચ ગ્રહોને આકાશમાં કોઇપણ પ્રકારના ટેલિસ્કોપ વગર જોઇ શકાશે.

તમારે પણ આ નજારો જોવો હોય તો આ અદ્દભૂત નજારો સૂર્યોદયથી ઠીક 40 મિનિટ પહેલા જોઇ શકાશે. આ નજારા દરમિયાન બુદ્વ,શુક્ર, ગુરુ, શનિ અને ચંદ્ર એકસાથે જોવા મળશે. ખગોળશાસ્ત્રીઓ અનુસાર આ નજારો અંદાજે 45 મિનિટ સુધી જોવા મળશે.

ગ્રહોનો આ અદ્દભુત નજારો આપને ઘણી દિશામાં જોવા મળી શકે છે. શુક્ર ગ્રહ ઉત્તર પૂર્વ દિશામાં ચમકતો જોવા મળશે જ્યારે મંગળ દક્ષિણમાં એકલો ચમકતો હશે. ગુરુ અને શનિ દક્ષિણ-પશ્વિમ દિશામાં જોવા મળશે. જો કે બુધને જોવા માટે ટેલિસ્કોપની આવશ્યકતા રહી શકે છે.

વર્તમાનમાં 19થી 25 જૂલાઇ સુધી સૂર્યોદયથી ઠીક પહેલા આ નજારો જોઇ શકાશે.

(સંકેત)