Site icon hindi.revoi.in

ઇતિહાસમાં પ્રથમવાર નોર્થ બ્લોકમાં મીડિયા પર 3 મહિનાનો પ્રતિબંધ

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

નવી દિલ્હી: ઇતિહાસમાં પ્રથમવાર પાટનગર નવી દિલ્હીમાં આવેલા નોર્થ બ્લોકમાં મીડિયા પર પ્રવેશ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં કેન્દ્ર સરકારના નાણાં, ગૃહ વગેરે જેવા મંત્રાલયો આવેલા છે.

અગાઉ આ પ્રતિબંધ માત્ર નાણાં ખાતા પૂરતો સીમિત હતો જો કે હવે સંપૂર્ણ નોર્થ બ્લોકને આવરી લેતો પ્રતિબંધ જાહેર કરાયો હતો. સરકારે આ પ્રતિબંધ મામલે એવી સ્પષ્ટતા કરી હતી કે આગામી સત્રનું બજેટ તૈયાર થઇ રહ્યું છે ત્યારે બજેટને લઇને કોઇ વિગતો લીક ના થઇ જાય તે હેતુસર આ પ્રતિબંધ જાહેર કરાયો છે.

જો કે આ પ્રતિબંધ માત્ર ત્રણ મહિનાનો રહેશે. ડિસેમ્બર 2021ના ફેબ્રુઆરીની આખર સુધી આ પ્રતિબંધ રહેશે એવી જાહેરાત પણ કરાઇ હતી.

નોંધનીય છે કે પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો (PIB) તરફથી અપાતા ઓળખપત્રો એક્રેડિશન કાર્ડ કરીતે ઓળખાય છે. 10 હજારથી 75 હજાર સુધીનો ફેલાવો ધરાવતા કોઇપણ અખબાર સાથે છેલ્લાં 5 વર્ષથી કામ કરતા હોય અથવા 15 વર્ષથી ફ્રી લાન્સર હોય એવા પત્રકારોની ચકાસણી કર્યા બાદ PIB આવાં કાર્ડ આપે છે. જો કે તેનું કોઇ ખાસ સ્ટેટસ નથી પરંતુ સરકારી કાર્યાલયો કે વિધાનભવન અથવા સંસદની બેઠકમાં હાજરી આપવા જવામાં આ કાર્ડ ઉપયોગી નિવડે છે.

(સંકેત)

Exit mobile version